ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે દીપડાએ કરેલ હુમલો
રિપોટર – શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે દીપડાએ કરેલ હુમલો ગ્રામજનોમાં ગભરાત અને ભયનો માહોલ
ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે સવારના સમયે કુદરતી હાજતે ગયેલા ઈસમ પર દીપડાએ હુમલો કરતા ફતેપુરા સરકારી દવાખાના સારવાર આપી રજા આપવામાં આવેલ હતી
ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે ભાભોર દિનેશભાઈ રંગાભાઇ ઉંમર વર્ષ 38 સવારના આશરે 7 કલાકના સમયે કુદરતી હાજતે ગયા હતા તે સમય દરમિયાન અચાનક દીપડા હુમલો કરતા શરીરના ના ભાગે ઈજાઓ થતા ફતેપુરા સરકારી દવાખાનામાં સારવાર આપી રજા આપવામાં આવેલી હતી ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ થતા સંજેલી ઝાલોદ અને ફતેપુરાની ટીમ કામે લાગી પાંજરાઓ મૂકી દીપડાને પકડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલી હતી તેમજ ઇજાગ્રસ્તને સરકારી સહાય મળવા પાત્રની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાઈ જવા પામેલ છે