નડિયાદમાં કારે ઈલેક્ટ્રીક સ્કૂટરને ટક્કર મારતાં મહિલાનું મોત નિપજ્યું છે.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદમાં વાણીયાવાડ વિસ્તારમાં રહેતી રોશનીબેન ઉ.વ.૩૪ ગઇ કાલે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ પોતાનું ઈલેક્ટ્રીક સ્કુટર પર ઉત્તરસંડા તરફથી પોતાના ઘરે આવતી હતી.તે દરમિયાન કોલેજ રોડ પર પાર્ટી પ્લોટ પાસે સામેથી આવતી કાર ના ચાલકે સ્કુટરને ટક્કર મારી હતી. જેથી રોશનીબેન રોડ પર પટકાયા હતાં. રોશનીબેનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને ૧૦૮ ધ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી.આ બનાવ મામલે મરણજનારના સસરા રાજેશભાઈ પરીખે નડિયાદ ટાઉન પોલીસમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.