ફતેપુરા તાલુકાના પીપલારાગામે ડોક્ટર ભીમ રાવ આંબેડકર ની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
આજરોજ ૧૪ એપ્રિલ ડૉ ભીમરાવ (બાબાસાહેબ) આંબેડકર જન્મજયંતી નિમિત્તે ભીલપ્રદેશ ચોક, પીપલારા ખાતે ભીલપ્રદેશ મુક્તિ મોરચા,ફતેપુરા દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો હાજર રહી ડૉ બાબા સાહેબ આંબેડકર ના ફોટાને ફૂલહાર કર્યા બાદ ભીલપ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક મેહુલ તાવિયાડ દ્વારા ઉપસ્થિત યુવાનો ને બાબા સાહેબ આંબેડકર તેમજ ભારતના બંધારણ માં મળેલ વિશેષ હક અધિકારો વિશે જાણકારી આપવામાં આવી.