ગરબાડા તાલુકાના રોહિતવાસમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરા.
વનરાજ ભૂરીયા ગરબાડા
ગરબાડા તાલુકાના રોહિતવાસમાં ડો.બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતીની ઉજવણી કરાઇ હતી જેમાં ગરબાડા ૧૩૩ મત વિસ્તાર ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર,ગરબાડા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ,સરપંચ અશોકભાઈ રાઠોડ, ગ્રામજનો તેમજ રોહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં જે કાર્યક્રમમાં ડો.બાબાસાહેબ આંબેડકરની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી અને બાબાસાહેબના નારા લગાવ્યા હતા અને ત્યારબાદ ગરબાડા નગરમાં રેલી કાઢી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમનું આયોજન રોહિતવાસ એકતા સંગઠન ગરબાડા દ્વારા કરવામાં આવ્યું હતું.





