સુખસરમાં નશાગ્રસ્ત હાલતમાં આમ જનતાની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે ટ્રક હંકારતો ચાલક ઝડપાયો

સાગર પ્રજાપતિ/યાસીન મોઢીયા, સુખસર

સુખસર,તા.૨૬
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં જે અકસ્માતો થાય છે તેમાં મોટાભાગે વાહન ચાલકોની બેદરકારીથી અને તેમાંય ખાસ કરીને દારૂના વ્યસનીઓ દ્વારા બેફિકરાઈથી વાહનો હંકારતા અકસ્માત બનાવો બને છે અને જેમાં નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે ત્યારે ગતરોજ સુખસર માથી એમ.પી.પાર્સિંગ ટ્રક ના ચાલક દ્વારા નશો કરેલ હાલતમાં પોતાના કબજાની ટ્રકને સર્પાકાર રીતે હંકારી જતાં ચાલકની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ફતેપુરા તાલુકાના સુખસર થી સંતરામપુર જતા હાઇવે માર્ગ ઉપર સુખસર ગામ માંથી પસાર થતાં એક ટ્રકચાલકે ગતરોજ મધ્યપ્રદેશ પાસિંગની એક નશાકારક પીણા કે પદાર્થની અસર હેઠળ હાઈવે માર્ગ ઉપર પસાર થતી ટ્રક નંબર એમ.પી-૧૪.એચસી.૦૨૦૬ ને નશો કરેલી હાલતમાં બેદરકારી રીતે ચલાવી પોતે પોતાને કાબૂ રાખવા અશક્તિમાન થાય તેટલી હદે નશાકારક પીણા કે પદાર્થની અસર હેઠળ સર્પાકાર રીતે આમ જનતાની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે ટ્રક હંકારી લાવતા સુખસર પોલીસે ટ્રકને ઉભી રાખી તેનું નામ પુછતા તેણે પોતે લક્ષ્મણભાઈ નાગુલાલ ચમાર રહે.રકોદા જવાસિયા તાલુકો-જીલ્લો મંદસોરનો હોવાનું જણાવ્યું હતું.
ઉપરોક્ત નંબરની ટ્રક સુખસર પોલીસે ડિટેઈન કરીતેના ચાલક લક્ષ્મણભાઈ ચમારની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં વાહનચાલકોની બેદરકારીથી દિન-પ્રતિદિન અકસ્માતો વધતા જાય છે.ત્યારે પંથકમાં દોડતા ટુ ફોર વ્હીલર વાહનોની ગતિમર્યાદા ઉપર રોક લાવવા આર.ટી.ઓ.તથા પોલીસ તંત્ર દ્વારા સમયાંતરે ગ્રામ્ય વિસ્તારો તરફ જતા રસ્તા ઉપર ચેકિંગ કરવું પણ જરૂરી છે.કેટલાક ટુ વ્હીલર વાહન ચાલકો સહિત મુસાફરોને વહન કરતાં અનેક થ્રી ફોર ખાનગી વાહનચાલકો નશાકારક હાલતમાં આમ જનતાની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે વાહનો હંકારતા હોવાનું અનેકવાર નજરે પડે છે.તેમજ પંથકમાં થતા જીવલેણ અકસ્માતો પૈકી કેટલાક અકસ્માતો નશાકારક હાલતમાં પોતાના કબજાના વાહનને હંકારતા થતા હોય છે.જેમાં ચાલકને જીવ ગુમાવવો પડે છે અથવા તો નિર્દોષ લોકો અકસ્માતમાં ભોગ બનતા હોય છે.ત્યારે વાહનચાલકો દ્વારા વકરેલી પરિસ્થિતિ ઉપર અંકુશ લાવવા માટે જવાબદાર તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધ્યાન અપાય તેજ આવશ્યક જણાય છે.
#Dahod #Sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: