દાહોદ જિલ્લામાં આર.ટી.ઈ.અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિના મુલ્યે પ્રવેશ મેળવી શકાશે.
સિંધુ ઉદય
આગામી તા. ૨૨ એપ્રીલ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે
આર.ટી.ઈ.એક્ટ-૨૦૦૯ અન્વયે ગુજરાત સરકાર બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિના મુલ્યે ધોરણ ૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ: ૨૦૨૩-૨૪ માટે જે બાળકોએ ૧લી જુન ૨૦૨૩ ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકોના વાલીઓ તારીખ:૧૦/૦૪/૨૦૨૩ થી ૨૨/૦૪/૨૦૨૩ દરમ્યાન https://rte.orpgujatat.com વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે. ઓન લાઈન અરજી ફોર્મ ક્યાંય જમા કરાવવાનું નથી.
આ પ્રવેશ અરજી કરવા વધુ માહિતી આ મુજબના હેલ્પ લાઈન કેન્દ્ર પરથી માહિતી મળી શકશે.
જિલ્લા સહાયતા કેન્દ્ર – જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી,જિલ્લા પંચાયત દાહોદ (૦૨૬૭૩-૨૩૯૬૧૩ / ૯૪૨૯૨૯૪૮૨૭) ઉપરથી માહિતી મેળવી શકાશે.
તાલુકા સહાયતા કેન્દ્રની માહિતી આ મુજબ છે. જયાથી સહાયતા મેળવી શકાશે.
દાહોદ પ્રજાપતિ દક્ષેશ એમ ૯૪૨૯૨૯૪૮૨૭
ગરબાડા ડાબર શ્રેયસ એમ ૮૧૪૧૧૬૯૨૪૬
ઝાલોદ ડામોર અર્પણકુમાર આર ૯૯૦૯૨૧૪૬૨૦
ફતેપુરા ડબગર સંજયકુમાર કે ૯૭૨૬૪૪૨૫૨૧
સંજેલી કમોલ જગદીશ કે ૭૯૮૪૨૪૧૧૭૩
સીંગવડ બારીયા જયેન્દ્ર યુ. ૯૮૨૪૧૫૪૬૭૮
લીમખેડા પ્રજાપતિ નીલેશકુમાર કે ૯૯૨૫૯૭૮૦૦૨
દેવગઢબારીયા પરમાર અરવિંદભાઈ સી ૯૯૯૮૨૯૧૬૭૯
ધાનપુર તડવી ટીનુભાઈ યુ ૭૦૧૬૦૭૮૦૦૪