જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠક જિલ્લા શિક્ષણાધિકારી એ.બી. પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાઇ
દાહોદ તા.27
જિલ્લા રોજગાર કચેરી, દાહોદ ખાતે જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એ.બી. પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં રોજગાર કચેરી અને કેરીયર કોર્નર વર્ગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ બેઠકમાં રોજગારી બાબતે જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લા રોજગાર અધિકારી શ્રી એ.એલ.ચૌહાણે જિલ્લામાં રોજગાર બાબતે થઇ રહેલી કામગીરીની માહિતી આપી હતી. બેઠકમાં રોજગાર કચેરી દ્વારા યોજવામાં આવતી રોજગાર શિબિરો, જુથવાર્તાલાપ, ઓવરસીસ સેમીનાર, સરક્ષણ તાલીમ વર્ગો વિશે ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ જિલ્લામાં રોજગારી બાબતે સઘન કામગીરી કરવા જરૂરી સૂચનો આપતા ઉમેર્યુ હતું કે દાહોદનાં યુવાનો ઘણા પ્રતિભાશાળી છે. તેમને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે નક્કર કામગીરી કરવી જોઇએ. સૈન્યમાં યુવાનો જોડાય તે માટે વ્યાપક જાગૃતિ કાર્યક્રમો તેમજ માર્ગદર્શન શિબિરો યોજવી જોઇએ.
બેઠકમાં જિલ્લાની શાળા, કોલેજો, અને ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીઓએ ભાગ લીધો હતો.