સરકારી ઇજેનેરી કોલેજ, દાહોદ ખાતે પેટન્ટ ડ્રાફટીંગ અંગે “ડ્રાફટેથોન-2023” યોજાયો

સરકારી ઇજેનેરી કોલેજ, દાહોદ ખાતે પેટન્ટ ડ્રાફટીંગ અંગે “ડ્રાફટેથોન-2023” યોજાયો
દાહોદ, તા. ૧૫ : સરકારી ઇજેનેરી કોલેજ, દાહોદ ખાતે પેટન્ટ ડ્રાફટીંગ અંગે “ડ્રાફટેથોન-2023” નું આયોજન આજ રોજ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ નું આયોજન સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈંનોવેશન પોલિસી 2.0 અંતર્ગત સંયુક્ત રીતે આઈઆઈસી ક્લબ તથા જીઆઈસી ક્લબના સહયોગમાં કરવામાં આવ્યું હતું. શ્રી ભાવેશ પટેલ, પેટન્ટ એટર્ની, ઈન્ફીઈનવેન્ટ, વડોદરા દ્વારા પેટન્ટ ડ્રાફટીંગ ની પ્રોસેસ અને તેનું મહત્વ લાઈવ ડેમો દ્વારા વિવિધ જીવંત ઉદાહરણો દ્વારા સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું. ત્યાર બાદ ડૉ. મહેશ ચુડાસમા દ્વારા ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઇન રજીસ્ટ્રેશન પ્રોસેસ વિષે ઉપયોગી વક્તવ્ય આપવામાં આવ્યું તથા ડૉ . દીપેન કોન્ટ્રાક્ટર દ્વારા હેન્ડ્સ ઓન પેટન્ટ ડ્રાફટીંગ પ્રેકટીસ કરાવવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રો. પી. બી. ટેલર દ્વારા પ્રાસંગિક ઉદબોધન થી કરાવવામાં આવી, કાર્યક્રમમાં સંસ્થાના આઈ.આઈ.સી. ક્લબના પ્રેસિડેન્ટ ડૉ. ડી. બી. જાની, પ્રાધ્યાપક ગણ તથા વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગલીધો હતો. કાર્યક્રમના અંતે 2 પેટન્ટ સફળતા પૂર્વક ફાઈલ કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન એસ. એસ. આઈ. સીં. 2.0 ના ડીપાર્ટમેન્ટ કોઓર્ડિનેટર ડૉ . દીપેન કોન્ટ્રાક્ટર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: