કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા દિશા સમિતિની બેઠક યોજાઇ
નરેશ ગનવાણી – બ્યુરોચીફ – નડિયાદ
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા દિશા સમિતિની બેઠક યોજાઇ
નડિયાદ: કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, સંસદસભ્ય રતનસિંહ રાઠોડ, પંચમહાલ, ગોધરા- લોકસભાની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા કલેકટર કે. એલ. બચાણીની તથા જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યઓની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તમામ તાલુકામાં રમત ગમતના મેદાનની ચકાસણી બાબતે, સખીમંડળના કાર્યોની પ્રગતિ વિશે, મનરેગા યોજના હેઠળ આપવામાં આવેલ રોજગાર બાબતે, બાયોગેસ પ્લાન્ટ બનાવવા અંગે, સામુહિક શૌચાલયોની મોનીટરીંગ રાખવા અંગે, શિક્ષણ અંગે, મધ્યાહ્ન ભોજન નિયમિત આપવા તેમજ તેમાં વપરાતા મટીરીયલની ચકાસણી અંગે, ગંગસ્વરૂપા બહેનોને લાભ આપવા અંગે, બાળલગ્ન અટકાવવા અંગે, આરોગ્યને લગતા પ્રશ્નો, રોજગારને લગતી તેમજ વિવિધ યોજનાકીય કામોના એક્શન ટેક્ન રીપોર્ટ પર ચર્ચા કરી બાકી રહેલા કામોને પૂર્ણ કરવા મંત્રીશ્રી દ્વારા અધિકારીશ્રીઓને સૂચન કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી દેવુસિંહે તમામ વિભાગોની કામગીરીની નોંધ લઈ વિવિધ યોજનાઓ જેમ કે નીક્ષય પોષણ યોજના, નલ સે જલ યોજના તથા રોજગાર વિભાગ, પાણી પુરવઠા વિભાગ, આવાસ યોજનાને લગતા પ્રશ્નોની એક્શન ટેક્ન રીપોર્ટ સમીક્ષા કરી હતી. આ બેઠકમાં દેવુસિંહ ચૌહાણે તાલુકાદીઠ રમતગમતના મેદાનો, સામુહિક શૌચાલય દેખરેખ અને મોનીટરીંગ, બાયોગેસ પ્લાન્ટ, નલ જે જલ યોજના અંતગર્ત પ્રશ્નોના નિરાકરણ, બાળ-લગ્ન, મધ્યાહ્ન ભોજન યોજના અંતગર્ત શાળામાં અનાજની ચકાસણી કરવા તેમજ યોજનાકીય બાબતોના કાર્ય અંગે સંબધિત અધિકારી અને ધારાસભ્ય ઓ સાથે ચર્ચા કરી તેમજ નગરપાલિકાના વિવિધ પ્રશ્નોનું તાકિદે નિવારણ લાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેકટર કે. એલ. બચાણીએ ખેડા જિલ્લામા ગંગાસ્વરુપા યોજના અતર્ગત થયેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા જણાવ્યું કે અત્યારે જિલ્લામાં દર મહિને કુલ ૭૨,૦૮૪ બહેનોને રૂ. ૧૨૫૦ આપવામાં આવે છે તથા આ બહેનો માટે એનએફએસએ યોજના અંતર્ગત અનાજ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત બાગાયત વિભાગની અને રોજગાર વિભાગની સવિશેષ કામગીરીને તેમણે બિરદાવી હતી. આ બેઠકમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહીડા, કપડવંજ ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઇ ગઢિયા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ સહિત જિલ્લાના અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.😆