માતરમા બંધ મકાનમાં તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા
નરેશ ગનવાણી – બ્યુરોચીફ – નડિયાદ
માતરમા બંધ મકાનમાં તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા
નડિયાદ: માતરનો પરિવાર બાજુના મકાનમાં સુવા ગયા હતા. ત્યારે તેઓના બંધ મકાનમાં તસ્કરોએ મકાનમાંથી રૂપિયા ૧.૮૪ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ બનાવ મામલે માતર પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.માતરમા બારોટવાડામાં આવેલ ખોડીયાર મંદિર સામે રહેતા અવિનાશભાઈ મહેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ પોતે અમદાવાદમાં નોકરી કરે છે. તેમના ઘરની બાજુમાં તેમના કાકાના દિકરાનું મકાન આવેલ છે. ગંઇકાલે અવિનાશભાઈ અને તેમનો પરિવાર પોતાનું મકાન બંધ કરી બાજુમાં કાકાના દીકરા ના મકાનમાં સુવા ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ અવિનાશભાઈના બંધ મકાનમાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી તસ્કરોએ ચોરી કરી છે. તસ્કરોએ સોના ચાંદીના દર દાગીના મળી કુલ રૂપિયા ૧ લાખ ૮૪ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા છે. વહેલી સવારે અવિનાશભાઈને પોતાના ઘરમાં ચોરી થઇ હોવાની ખબર પડતાં તરતજ ઘરની અંદર તપાસ કરતા ઘરનો તમામ સરસામાન વેરવિખેર પડ્યો હતો. સમગ્ર મામલે અવિનાશભાઈ બ્રહ્મભટ્ટે અજાણ્યા ચોર ઈસમો સામે માતર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.