હાઈવે પર સાયકલ સવાર ને અજાણ્યા વાહનની ટક્કરે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

નડિયાદ: કઠલાલ પાસેના હાઈવે પર સાયકલ લઈને ખેતરમાં લાકડા લેવા જતાં આધેડને કોઈ વાહને ટક્કર મારતાં ઘાયલ વ્યક્તિનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ મામલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.કઠલાલના મોટી શાહપુર ગામે રહેતા ૫૫ વર્ષના દોલતભાઈ મણીભાઈ પરમાર શનીવારના રોજ પોતાની સાયકલ લઈને ખેતરમાં લાકડા લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. દોલતભાઈ શાહપુર ગામ નજીક અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમની સાયકલને ટક્કર મારી હતી. અને વાહન ચાલક ત્યાંથી ભાગી ગયો  હતો. જ્યારે દોલતભાઈ રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી આસપાસના  લોકો આવી ગયા હતાં અને તુરંત કઠલાલની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પરિવારને  આ બનાવ અંગે જાણ થતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ દોલતભાઈની હાલત નાજુક બનતા વધુ સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઇ કાલે ટૂંકી સારવાર દરમિયાન દોલતભાઈ પરમારનુ અવસાન થયું છે. આ બનાવ મામલે મરણજનારના પુત્ર બકુલભાઈ પરમારે કઠલાલ પોલીસમાં  અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.બીજા બનાવની વાત કરીએ તો પીજ-વસો તરફ જવાના રોડ પર બામરોલીના સરતાનપુરા પાસે ચાલતા જતા અજાણ્યા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોત થયુ હતું. બામરોલી સરતાનપુરા પાટીયા નજીક અકસ્માતમા અજાણ્યા રાહદારી શખ્સ ઉં.45 થી 50 ની આશરાને કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટ મારી અકસ્માત સર્જયો હતો. જેમાં અજાણ્યા શખ્સને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે અજાણ્યા શખ્સને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વસો પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: