નડિયાદના રસ્તા બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદના ઘણા બધા વિસ્તારોમાં રસ્તા તૂટેલા જોવા મળે છે જેના અનુસંધાનમાં આજરોજ નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર નેઆવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં નડિયાદ શહેરના ૭૦ ટંકા થી ઉપરના રોડ બનાવીને તૂટી ગયેલા છે છેલ્લે છેલ્લે બનાવેલા રોડ પણ ઘણી જગ્યાએથી ડામર ઉખડે છે ઘણા વોર્ડ માં રસ્તાની હાલત બહુ જ ખરાબ છે મુખ્ય માર્ગો માં નાના કુંભનાથ રોડ બજાર ઘોડિયા બજાર શ્રેયસ સિનેમાથી એનઇએસ સ્કૂલ બાજુ જવાનો રસ્તો સોસાયટીના ગામમાં અંદર અંતરિયાળ રસ્તાઓ અમદાવાદી બજાર નો રસ્તો સ્મશાન પાસે આવેલ રસ્તો એમ નડિયાદના ઘણા બધા વિસ્તારોમાં રસ્તા તૂટેલા જોવા મળે છે જેના અનુસંધાનમાં આજરોજ નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર નેઆવેદનપત્ર આપવામાં આવ્યું છે વધુમાં કાંકરાણથી લઈ ઉતરસંડા રોડ પરની લાઈટો ૭૦ ટંકા બંધ થઈ ગયેલી છે તેના માટેની રજૂઆત મૌખિક કરેલી છે દાંડી માર્ગના અધિકારીને પણ લાઇટો માટેની રજૂઆત કરેલી છે બારકોશિયા રોડ ઉપર પણ રોડ તૂટી ગયેલા છે પાંચ હાટડીના વિસ્તારના રોડ ગાજીપુરવાડ નો રોડ ખારા કુવા વાળો રોડ રાવપુરા તરફ જવા વાળો રોડ તેને રજૂઆત કરવામાં આવી નડિયાદના ઘણા બધા બાગની દિવાલો તૂટી ગઈ છે તેની રજૂઆત કરવામાં આવી નડિયાદ ની અંદર ઘણી સ્ટ્રીટ લાઈટો બંધ છે તેની રજૂઆત આજે કરી છે ચારે બાજુ કચરાના ઢગલા જોવા મળે છે તેની રજૂઆતો કરી છે વૈશાલી ગરનાળુ નું કામ ક્યારે ચાલુ થાય તેની રજૂઆત કરી છે તો આ બધી બાબતે તેમનો જવાબ એક જ હતો ઉપરથી કહેવામાં આવશે ત્યારે અમો કામ કરીશું. વધુમાં ડમ્પિંગ સાઇડની પણ રજૂઆત કરી છે શહેરના જાહેર સૌચાલયો જે ચોખ્ખા નથી રહેતા તેના અનુસંધાનમાં રજૂઆત કરવામાં આવી નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારના લોકોને પડતી તકલીફોની લેખિત રજૂઆત કરવામાં આવી હતી.