ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે થી એક જ રાતમાં એક જ ફળિયા માંથી બે મોટર સાયકલની ચોરી થતા ચકચાર.

વનરાજ ભુરીયા ગરબાડા

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામેથી એક જ રાતમાં એક જ ફળિયા માંથી બે મોટર સાયકલ ચોરીના બનાવો બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જે ઘટના સંદર્ભે બંને વ્યક્તિઓ દ્વારા ગરબાડા પોલીસ મથકે લેખિતમાં જાણ કરવામાં આવી છે. જેમાં પ્રથમ બનાવ ગાંગરડીના પંચાલ ફળિયા ખાતે બન્યો હતો. જેમાં બકુલભાઈ બાબુભાઈ જાતે ભાભોર રહે. મોટી સારસી દાહોદ જે તારીખ ૧૬ ના ગાંગરડીના ટૂંકી રોડ તરફ આવેલ પંચાલ ફળિયામાં રહેતી તેમની બહેન લીલાબેન ગુંડિયાને ત્યાં મહેમાન આવ્યા હતા અને રાત્રી દરમિયાન પોતાની R15 બાઈક જે ઘરના આંગણામાં પાર્ક કરીને રાત્રે સુઈ ગયા હતા અને સવારના સમયે ઘર આંગણામાં મોટર સાયકલ ન જોવા મળતા આસપાસ શોધ કરી હતી. પરંતુ મોટર સાયકલ ન મળતા ગરબાડા પોલીસ મથકે અરજીઆપી હતી. જ્યારે ચોરીનો બીજો બનાવ પણ ટૂંકી રોડ ફળિયા ખાતે બનવા પામ્યો હતો. જેમાં વિધાનભાઈ કલ્પેશભાઈ પંચાલ પોતાની બજાજ કંપનીની મોટર સાયકલ પોતાના કાકા હેમત પંચાલના ઘરે બહાર ઓટલા પર પાર્ક કરીને તેઓના ઘરે સુઈ ગયા હતા અને સવારના સમયે મોટર સાયકલ ન જોવા મળતા આસપાસ મોટર સાયકલની શોધ કરી હતી પરંતુ મોટર સાયકલ ન મળી આવતા વિધાનભાઇ કલ્પેશકુમાર પંચાલે પણ પોતાની બાઈક ચોરી થવા બાબતની ગરબાડા પોલીસ મથકે અરજી આપી હતી. આમ, ગરબાડા તાલુકાના ગાંગરડી ગામમાં એક જ રાત્રિમાં બે મોટર સાયકલની ઉઠાનતરી તથા પંથક માં ભય સાથે ચકચાર મચી જવા પામી હતી. જોકે, ગાંગરડી ગામમાં સીસીટીવી કેમેરા ગ્રામ પંચાયત દ્વારા લગાવવામાં આવેલ હતા. પરંતુ તે બંધ હોવાનું પણ જાણવા મળી રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: