ઝાલોદ નગરમાં સાયબરક્રાઇમના વધતા બનાવો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો :
દાહોદ ઝાલોદ નગરમાં સાયબર ક્રાઇમના વધતા બનાવો : મોબાઇલ દ્વારા ફેક આઈ.ડી બનાવી રૂપિયાની માંગણી કરવામાં વધતા બનાવો
નગરમાં ઘણા લોકોના મેસેજ ફરતા થાય છે કે મારી આઇ.ડી હેક થઈ ગયેલ છે કોઇ રૂપિયા માંગે તો આપવાં નહીં નગરની જનતા જાણકાર બને સતર્ક બને તેમજ સાયબરની ફ્રોડ ઘટના થી બચે
ઝાલોદ નગરમાં પ્રતિદિન રોજ કોઈને કોઈ સાયબર ક્રાઇમ હેઠળ ગણાતા ગુનાનો વધારો જોવા મળી રહેલ છે. સાયબર ક્રાઇમ હેઠળ ગણાતા ગુનામાં મોબાઇલ માંથી આઇ.ડી હેક કરી અજાણ્યા નંબરમાં મૂકી દે છે અને ત્યાર બાદ જેની આઇ.ડી હેક કરેલ હોય તેના સંપર્કમાં આવતા વ્યક્તિઓને રૂપિયાની અર્જન્ટ જરૂર છે તેમ કહી રૂપિયાની માંગણી કરે છે અને તે વ્યક્તિ ક્યુઆર કોડ મોકલી આ નંબર પર રૂપિયા મોકલી દો તેમ કહે છે. આવા બનાવો નગરમાં અવારનવાર બની રહ્યા છે તેમજ આવા બનાવો બનતા સતેજ થઈ ગયેલ ગ્રાહક પોતાના મોબાઈલ દ્વારા બનેલ ઘટનાની જાણકારી લોકો સુધી પહોંચાડી સતેજ રહી કોઈ રૂપિયા ન મોકલે તેવી માહિતી લોકોને આપે છે.
પણ અજાણતામાં કેટલાય લોકો આવી ઘટનાના ભોગ બની પણ જાય છે તેવા સંજોગોમા જાતે લોકોએ જાગૃત રહી આવી ઘટનામાં ન ફસાય અને કોઈને રૂપિયા ન આપે જેથી છેતરપિંડી ન થાય. આવા હજારો કેસ બને છે પણ પોલિસ ફરિયાદ જૂજ લોકો કરે છે અને આજરોજ નગરના જાગૃત નાગરીક આવી ઘટનાનો શિકાર બનતા તેમણે અજાણ્યા શખ્સ વિરૃધ્ધ ઝાલોદ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલ છે.