પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાની નવીટીમ દ્વારા દાહોદ સાંસદની શુભેચ્છા મુલાકાત.
રમેશ પટેલ સીંગવડ
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાની નવીટીમ દ્વારા દાહોદ સાંસદની શુભેચ્છા મુલાકાત
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાની નવી ટીમનાં હોદ્દેદારો દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાનમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
તેમજ શિક્ષણને લગતા વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી તથા નવીન ટીમના સભ્યોનો પરિચય કરાવવામાં આવ્યો. શુભેચ્છા મુલાકાતમાં પ્રાંતના સંગઠન મંત્રીશ્રી સરદારસિંહ મછાર, પ્રાંતના મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી પલ્લવીબેન પટેલ, દાહોદ જિલ્લાના અધ્યક્ષ દેસિંગભાઈ તડવી, મહામંત્રી જનકભાઇ પટેલ, સંગઠન મંત્રી શ્રી દિપકભાઇ અમલિયાર, કાર્યાધ્યક્ષ ભરતભાઇ રાઠવા, સિનિયર ઉપાધ્યક્ષ રમણભાઈ પટેલિયા, કોષાધ્યક્ષ દિનેશભાઇ પટેલ, મહેન્દ્રસિંહ બારીયા જિલ્લા આંતરિક ઓડિટર, જિલ્લા મહિલા કારોબારી કૃતિકાબેન મંજરવાલા તથા કોમલબેન પલાસ , સિંગવડ તાલુકાના સંગઠન મંત્રી પીયૂષભાઈ ચરપોટ વગેરે હાજર રહ્યા હતા.


