ઉત્તરસંડામાં ભાડાના મકાનમાં વિદેશી દારૂ રાખી ધંધો કરતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા
ઉત્તરસંડામાં ભાડાના મકાનમાં વિદેશી દારૂ રાખી ધંધો કરતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા
નડિયાદ: ચકલાસી પોલીસ સ્ટેશનના સી.પો.સ.ઇ. જે.એસ.ચંપાવત તથા સ્ફાટના માણસો સાથે ચકલાસી પોલીસ સ્ટેશન હાજર હતા દરમ્યાન પો.કો. કુલદીપસિંહ ખુમાનસિંહને બાતમી મળેલ કે ઉત્તરસંડા ગામમાં જનતા નગરીમાં રહેતા રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ ચંદુભાઇ વસાવા એ તેની ઉત્તરસંડા જનતાનગરી ચોતરા આગળ આવેલ સાવન કિરાણા નામની દુકાનમાં તથા તેણે ભાડે લીધેલ મકાનમાં બીનઅધિકૃત રીતેભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો લાવી દુકાનમાં તથા મકાનમાં સંતાડી રાખી દારૂનુ વેચાણ કરે છે ” જે બાતમીહકિકત આધારે રેઇડ કરતા સ્થળ ઉપરથી રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ ચંદુભાઇ વસાવા તથા બીજો ઇસમ મળી આવેલ તેઓનીહાજરીમાં ભાડે રાખેલ મકાનમાં તથા દુકાનમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની વિદેશી દારૂનો જથ્થો ૭૫૦ મી.લી.ની બોટલ નંગ ૯૬ તથા ૧૮૦ મીલીની બોટલો નંગ ૧૪૩૭ મળી કુલ રૂ. ૨ લાખ ૧ હજૂ ૩૦૦ નો મુદ્દામાલ તથા અંગજડતિમાંથી મોબાઇલ ફોન નંગ ૨ કુલ રૂ. ૨ લાખ ૧૧ હજાર ૩૦૦ મળી આવતા ઇસમો વિરૂધ્ધ પ્રોહી ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


