ખેડા રોડ પર આવેલ હોટલ પાસે બે ટ્રકો વચ્ચે અકસ્માતમાં એકનું મોત

નરેશ ગનવાણી – બ્યુરોચીફ – નડિયાદ

ખેડા રોડ પર આવેલ હોટલ પાસે બે ટ્રકો વચ્ચે અકસ્માતમાં એકનું મોત

ધોળકા-ખેડા રોડ પર આવેલ કનૈયા હોટલ નજીક ઉભેલી ટ્રકને અન્ય ટ્રકે અડફેટે મારતા ટ્રક પલટી ખાઇ ગઇ હતી. ગંભીર અકસ્માતમાં ક્રેન વડે ટ્રક ખસેડતા ટ્રક નીચે દબાઇ ગયેલ ક્લીનરનું મોત નિપજયુ હતુ. ખેડા પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

છોટાઉદેપુરમાં રહેતા શંકર રાઠવા નતૂન ટ્રાન્સપોર્ટની ટ્રક પર છેલ્લા ચાર વર્ષથી ડ્રાઇવીંગ કરે છે. તેની સાથે હેલ્પરમાં યોગેશ રાઠવા છેલ્લા દોઢેક વર્ષ થી નોકરી કરે છે. મંગળવાર રાતના અરસામાં બાવળા પાસેના કલ્યાણગઢ થી બ્લોક ભરી વડોદરા જવા રવાના થયા હતા. દરમિયાન રાતના અરસામાં ધોળકા-ખેડા રોડ પર વાસણા બુજર્ગ ગામના બસ સ્ટેન્ડની સામે આવેલ કનૈયા હોટલ પાસે ટ્રક ઉભી રાખી શંકર કૃદરતી હાજતે ગયા હતા. જ્યારે હેલ્પર યોગેશ ટ્રકની કેબિનમાં બેઠા હતા.તેદરમિયાન પાછળથી આવતા અન્ય ટ્રકે રોડની સાઈડમાં ઉભેલી ટ્રકને અડફેટ મારતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળતા શંકર દોડી આવતા  ટ્રક પલટી ખાઇ ગયેલી જોઈ હતી. જેથી પોલીસ અને ક્રેઇનને ફોન કરતા બંને સ્થળ પર આવ્યા હતા. જ્યાં ક્રેનની મદદથી ટ્રક નીચે દબાઇ ગયેલા હેલ્પર યોગેશના પગ દેખાયા હતા. જ્યા તપાસ કરતા યોગેશનુ મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે ખેડા પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!