ખેડા જિલ્લાનું ફરતું પશુ દવાખાનું પશુ પાલક માટે સંજીવની જડિબુટ્ટી સાબિત થયું

નરેશ ગનવાણી – બ્યુરોચીફ – નડિયાદ

ખેડા જિલ્લાનું ફરતું પશુ દવાખાનું પશુ પાલક માટે સંજીવની જડિબુટ્ટી સાબિત થયું

ઈએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત પશુ પાલન વિભાગના સંકલન થકી ત્રણ વર્ષ અગાઉ ખેડા જિલ્લામા ૦૭ ફરતા પશુ દવાખાના (MVD) કાર્યરત કરવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષમાંખેડા જિલ્લામાં ફરતા પશુ દવાખાના દ્વારા કુલ ૬૬,૦૫૮ પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. જેમાં જુદા જુદા સ્થળોએ મુલાકાત કરી ૧૦ ગામમાં ૫૯,૩૪૭ કેસ અને ઈમરજન્સીના કોલમાં- ૬,૭૧૧ કેસમાં કાર્યવાહી કરી સમયસર પશુઓને સારવાર પુરી પાડવામાં આવી હતી. અહીં પશુ સારવાર અંતર્ગત મેડિકલના ૨૨,૧૪૭, મેડિસિન સપ્લાયના ૨૭,૭૧૪, સરજીકલના ૧૧,૮૦૩, પ્રસુતિના ૪૩૫૮ અને અન્ય ૧૦૩૬ કેસ નોંધી પશુઓને સારવાર આપી પશુપાલકોની મદદ કરવામાં આવી છે.ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકામાં મોંગરોલી ખાતે, માતર તાલુકાના વિરોજા ખાતે, મહેમદાવાદ તાલુકાના મોદજ ખાતે, ઠાસરા તાલુકાના નેશ ખાતે, કઠલાલના લાડવેલ અને ગળતેશ્વર ટીમ્બાના મુવાડા અને મેનપુરા સહીત કુલ મળીને ૦૭ ફરતા પશુ દવાખાનાની ટીમો કાર્યરત છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!