દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઈ ગામે હાઈવે રોડ ઉપર દોડી આવતી ટ્રકે આગળ જતી મોટર સાયકલને પાછળથી ટક્કર મારી પોતાની ટ્રક ઘટના સ્થળે મૂકી ટ્રક ચાલક નાસી જતાં સર્જાયેલા અકસ્માત.
સિંધુ ઉદય
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઈ ગામે હાઈવે રોડ ઉપર પુરપાટ દોડી આવતી ટ્રકે આગળ જતી મોટર સાયકલને પાછળથી જાેશભેર ટક્કર મારી પોતાની ટ્રક ઘટના સ્થળે મૂકી ટ્રક ચાલક નાસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ખેરીયા ગામના ૨૦ વર્ષીય મોટર સાયકલ ચાલક યુવાનને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જતાં જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.
એક ટ્રક ચાલત તેના કબજાની જીજે-૧૦ ટીવી-૯૧૪૫ નંબરની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી કંબોઈ ગામે હાઈવે પર આગળ જતી ખેરીયા ગામના નિશાળ ફળિયાના ૨૦ વર્ષીય રાહુલભાઈ સુરપાળભાઈ ંમાવીની જીજે-૨૦ એઈ-૩૨૮૯ નંબરની મોટર સાયકલને પાછળથી જાેશભેર ટક્કર મારી પોતાના કબજાની ટ્રક ઘટના સ્થળે મૂકી નાસી જતાં મોટર સાયકલ ચાલક રાહુલભાઈ માવી મોટર સાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાતાં તેને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ લીમખેડા પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત રાહુલભાઈ સુરપાળભાઈ માવીને સારવાર માટે ૧૦૮ મારફતે લીમખેડા સરકારી દવાખાને મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રાહુલભાઈ માવીનું મોત નિપજ્યું હતું.આ સંબંધે ખેરીયા ગામના નિશાળ ફળિયાના સુભાષભાઈ વાલસીંગભાઈ માવીએ નોંધાવેલ ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.