જીવનજ્યોત વિદ્યાલય લીમડી અને શ્રીમતિ આર.એમ.દેવડા માધમિક સ્કૂલમાં શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
ગગન સોની / ધ્રૃવ ગોસ્વામી, લીમડી
દાહોદ તા.૨૮
વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ લીમડી દ્વારા સંચાલિત જીવનજ્યોત વિદ્યાલય લીમડી અને શ્રીમતિ આર.એમ.દેવડા માધમિક સ્કૂલ માં આજરોજ શાળા ના બાળકોને હોલટિકિટ આપી અને દરેક વિધાર્થીઓને આ ધોરણ 10 બોર્ડ ની પરીક્ષામાં સારા ગુણ અને સારા ટકા મેળવો તેવા હેતુથી તેમને મોઢું મીઠું કરાવી સફળ થાય તેવી શુભેરછાઓ પાઠવી હતી અને તે પછી સર્વે મારા ધો.10 માં અભ્યાસ કરતા વ્હાલા બાળકો.આપની તા.05મી માર્ચ.2020 ને ગુરુવાર બોર્ડ તરફથી પરીક્ષા લેવાનાર છે તેમાં આપ સર્વેએ આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી તેનું ફળ પરિણામ ઝળહળતું પ્રાપ્ત થાય.માતાપિતાએ પણ આપને ખૂબ જ સહકાર આપ્યો.તેમની પણ આકાંક્ષાઓ પરિપૂર્ણ થાય તેવી પ્રભુ પ્રાર્થના સહ,, બેસ્ટ ઓફ લક,,ની શુભેચ્છાઓ અંતરાતમાંથી આ માધ્યમ અને શાળા પરિવાર થકી થકી હું કુલદીપ.પી.મોરી (શિક્ષણ વિભાગ)ફરી એકવાર શુભેચ્છા ખુબખુબ પાઠવું છું.
#Dahod #Sidnhuuday