દાહોદફતેપુરા તાલુકાના રૂપાખેડા વાદી ફળિયાના સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા હલ કરવા માંગ.

રિપોર્ટર – પ્રવીણ કલાલ – ફતેપુરા ,

દાહોદફતેપુરા તાલુકાના રૂપાખેડા વાદી ફળિયાના સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા હલ કરવા માંગ.

રૂપાખેડા વાદી ફળિયાના સ્થાનિકોને એક થી દોઢ કિલોમીટરના અંતરે આવેલ કુવામાંથી પાણી ખેંચીને લાવવું પડે છે.

છેલ્લા બે વર્ષથી ચાલતી”નલ સે જલ”યોજનાની કામગીરી અધુરી છોડી દેવાતા પાણીની સમસ્યા હલ થઈ નથી.

ફતેપુરા તાલુકામાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા સરકાર દ્વારા નલ સે જલ યોજના અમલમાં મૂકી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે જે પૈકી ગણતરીના ગામડાઓને બાદ કરતા મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં નલ સે જલ યોજનાની તકલાદી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવ્યાનો સમય પણ મહિનાઓ વીતી ચૂક્યા છે.અને એકાદ વાર તેનું ટેસ્ટિંગ પણ કરી દેવામાં આવ્યુ છે. જેમાં આપવામાં આવેલ મોટાભાગના નળ કનેક્શનોમાં પાણી પહોંચ્યું નથી.તેમજ આ યોજના ભાણા સીમલ યોજનાની જેમજ ફારસ રૂપ સાબિત થાય તેવા સંજોગો જણાતા પ્રજાના કરોડો રૂપિયા વ્યર્થ જવાના સંકેત જણાઈ રહ્યા છે.અને તાલુકાના કેટલાક ગામડાના ફળિયાઓના સ્થાનિક લોકોને પીવાના પાણીની સમસ્યા ત્યાની ત્યાં જ ઉભી રહેલી હોવાનું જાણવા મળે છે.તેમાં ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામના વાદી ફળિયાના સ્થાનિકો પણ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા હોવાની બુમો ઉઠવા પામેલ છે. જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામના વાદી ફળિયામાં પીવાના પાણી માટે સ્થાનિકો વલખા મારી રહ્યા છે જ્યારે આ ફળિયા થી એક થી દોઢ કિલોમીટરના અંતરે આવેલ એક 50 ફૂટ ઉપરાંત ઊંડા કુવામાંથી પાણી ખેંચીને ભરવા પડતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જ્યારે રૂપાખેડા ગામ બે વર્ષ અગાઉ નલ સેજલ યોજના ની કામગીરી ની શરૂઆત કરવામાં આવી હતી.પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરીને અધૂરી છોડી દેવાતા આ યોજનાનો લાભ પણ નહીં મળ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જ્યારે વાદી ફળિયાની બહેનો બળાપો કાઢતા જણાવી રહી છે કે,અમારા ફળિયાને અગાઉથી જ પાણીની સમસ્યા હલ કરવા માટે સ્થાનિક અને તાલુકા-જિલ્લાના વહીવટી તંત્રો અન્યાય કરતા આવેલ છે.જે બાબતે અનેકવાર વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં અમારી રજૂઆતો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.અને ઉનાળાના સમયે આમો વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાતા રહેલ છીએ.છતાં અમોને ન્યાય મળતો નથી.

રૂપા ખેડાવાદી ફળિયામાં પાણીની સમસ્યા જોવા મળે છે તેનું નિરાકરણ બને તેટલું જલ્દી કરી આપવામાં આવશે મેં નડશે જળ યોજનાના કોન્ટ્રાક્ટર ની વાત કરેલ છે તેના દ્વારા બને એટલી જલ્દી કામ પૂર્ણ કરી વાદી ફળી અને પાણી કનેક્શન આપવામાં આવશે

(ભાનુમતિબેન પટેલ,ત.ક. મંત્રી,સરસ્વા પૂર્વ)

અમારા ગામમાં બે વર્ષથી નલ સે જલ યોજનાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.પરંતુ કોન્ટ્રાક્ટર અધુરી કામગીરી છોડી ચાલ્યો ગયેલ છે.જેથી અમારા ગામમાં આ યોજનાનું પાણી આજ દિન સુધી આવતું નથી. અને અમારે પાણી માટે અહીંયા ભટકવું પડે છે.અમારા ગામમાં નલ સે જલ યોજનાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને તેનો લાભ અમારા ફળિયાને આપવામાં આવે તેવી અમારી માંગણી છે. (ગીતાબેનવાદી,રૂપાખેડા,સ્થાનિક)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!