નડિયાદ મીલરોડ પર સાયકલ સવારને અજાણ્યા વાહને ટક્કર મારતા આધેડનું મોત નિપજ્યું.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ સીટી જીમખાના મેદાન પાસે પસાર થતા સાયકલ સવારને અજાણ્યા વાહને ટક્કર મારતા સાયકલ સવાર આધેડનું મોત નિપજ્યું છે.નડિયાદ શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા નામદેવરાવ માધવરાવ કંક ગઇ કાલે ના રોજ બપોરે સાયકલ લઈને નડિયાદમાં કપડવંજ રોડ પરના સિટી જીમખાના મેદાન પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે નામદેવરામની સાયકલને ટક્કર મારી હતી. જેથી સાયકલ સવારને રોડ પર પડી જતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ અકસ્માત સર્જાતા આસપાસના સ્થાનિક આવી ગયા હતા.અને સાયકલ સવારને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આ બનાવ મામલે રાજેશ દિલીપરાવ કંકની ફરિયાદ મુજબ નડિયાદ ટાઉન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.