દાહોદ માં શહેરમાં યુવાને સગીરાને પત્ની તરીકે રાખવા પટાવી, ફોસલાવી, અપહરણ કરી લઈ બળાત્કાર ગુજાયો
દાહોદ માં શહેરમાં યુવાને સગીરાને પત્ની તરીકે રાખવા પટાવી, ફોસલાવી, અપહરણ કરી લઈ બળાત્કાર ગુજાયો
દાહોદ બસ સ્ટેશન સામે યાદવ ચાલની સગીરાને દેલસરના તેણી જ જ્ઞાતિના યુવાન પત્ની તરીકે રાખવા પટાવી, ફોસલાવી, અપહરણ કરી લઈ તેના મિત્રના બંધ મકાનમાં અપહૃત સગીરા સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યાનું જાણવા મળ્યું છે.દાહોદ તાલુકાના દેલસર ગામે રહેતા સચિન ધર્મેન્દ્રભાઈ યાદવ નામના યુવાને ગત તા. ૧૭-૪-૨૦૨૩ મંગળવારના રોજ રાત્રીના દોઢેક વાગ્યાના સુમારે દાહોદ બસ સ્ટેશન સામે આવેલ યાદવ ચાલમાં રહેતી ૧૪ વર્ષ ૭ માસની સગીરાને પત્ની તરીકે રાખવા પ્રેમના પાઠ ભણાવીને અપહરણ કરી તેના મિત્ર અર્જુનભાઈ મેડાના બંધ મકાનમાં લઈ ગયો હતો અને ત્યાં સગીરા સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.આ સંબંધે અપહરણ અને બળાત્કારનો ભોગ બનેલ સીગારની માતાએ નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ બી ડીવીઝન પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે દેલસર ગામના સચિન ધર્મેન્દ્રભાઈ યાદવ વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૩૭૬(૨) એન તથા પોક્સો એક્ટ કલમ ૪,૬ મુજ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.