રંધીકપુર પોલિસ સ્ટેશનમાં વધુ એક વ્યાજખોર વિરૂધ્ધ સરકારે નિયત કરેલ વ્યાજદર કરતા વધુ વ્યાજ લેવા સબબ ગુનો નોંધાયો

દાહોદ જિલ્લાના રંધીકપુર પોલિસ સ્ટેશનમાં વધુ એક વ્યાજખોર વિરૂધ્ધ સરકારે નિયત કરેલ વ્યાજદર કરતા વધુ વ્યાજ લેવા સબબ ગુનો નોંધ્યાનું જાણવા મળ્યું છે.

સીંગવડના ચુંદડી ગામના બામણીયા ફળિયામાં રહેતા ૫૬ વર્ષીય નિવૃત્ત શિક્ષક પર્વતસિંહ ગોરધનભાઈ બામણીયાને નાંણાની જરૂર પડતાં સને ૨૦૧૧માં સીંગવડ ગામના લલીતભાઈ રમેશભાઈ પરમાર પાસેથી રૂપિયા ૧ લાખ વ્યાજે લીધા હતા જેના બદલામાં લલીતભાઈ રમેશભાઈ પરમારે અલગ અલગ બેન્કના ૧૫ ચેક અને રૂપિયા ૨૦ લાખ જેટલી વ્યાજ સહીતની રકમ પર્વતસિંહ ગોરધનભાઈ બામણીયા પાસેથી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી વસુલ કરી હતી.આ સંબંધે ચુંદડી ગામના બામણીયા ફળિયાના પર્વતસિંહ ગોરધનભાઈ બામણીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે રંધીકપુર પોલિસે સીંગવડ ગામના લલીતભાઈ રમેશભાઈ પરમાર નામનો વ્યાજખોર વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨) તથા ગુજરાત નાણા ધિરધાર અધિનિયમ એક્ટ કલમ ૫(૧) ૩૩(૩), ૪૦, ૪૨ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: