ઝાલોદ નગરના લીમડી પોલીસે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો.
પંકજ પંડિત ઝાલોદ
56522 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો
ઝાલોદ તાલુકાના લીમડી પોલિસ મથકના પીપળીયા ગામે થી ગેરકાયદેસર રીતે વિદેશી મુદ્દામાલ લઈ જતા એક ઈસમને ઝડપી પાડયો હતો. લીમડી પોલિસ સ્ટેશનના પી.એસ.આઇ એમ.એફ.ડામોર તેમજ તેમનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીને આધારે સુથારવસા થી ડુંગરી જતાં પીપળીયા સ્કૂલ પાસે એક હોન્ડા હોરનેટ મોટર સાયકલ ઉપર 26522 વિદેશી દારૂ સાથે વિપુલભાઈ કાંતિભાઈ મુનિયાને મોટર સાયકલ સાથે ઝડપી પાડયો હતો. મોટર સાયકલની કીમત 30000 થઇ ટોટલ 56522 રૂપિયાના મુદ્દામાલ સાથે ઈસમને ઝડપી પાડવામાં લીમડી પોલીસને સફળતા મળેલ છે.