ઝાલોદ વિશ્વકર્મા મંદિરનો ૪૬મો પાટોત્સવ પંચાલ સમાજ દ્વારા ઉજવવામાં આવ્યો.

પંકજ પંડિત ઝાલોદ

પાટોત્સવની ઉજવણી પ્રસંગે સમાજના પાયો નાખનાર વડીલો દ્વારા વિશ્વકર્મા ભાગવાની આરતી કરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું ઝાલોદ પંચાલ સમાજના ઇષ્ટ દેવતા વિશ્વકર્મા ભગવાનના મંદિરનો ૪૬મો પાટોત્સવ આજરોજ 22-04-2023 શનિવારના રોજ ઉજવવામાં આવ્યો હતો.આ પાટોત્સવની ઉજવણી નિમિત્તે પંચાલ સમાજના સહુ લોકો હાજર રહ્યા હતા. આજના પાટોત્સવ નિમિત્તે ભગવાન વિશ્વકર્મા ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તેમજ અખાત્રીજના પાવન પર્વને અનુલક્ષીને વિશ્વકર્મા દાદાના વિવિધ ફળોના હિંડોળા પણ રાખવામાં આવેલ હતા.વિશ્વકર્મા દાદાના પાટોત્સવ સંદર્ભે પંચાલ સમાજ દ્વારા પંચાલ સમાજની ઇંટ બનનાર પાયાના કાર્યકરો દ્વારા વિશ્વકર્મા દાદાની આરતી કરાવડાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મંદિરના પાટોત્સવ પ્રસંગે સમાજના સહુ લોકો હાજર રહી સમાજની એકતા દર્શાવી હતી. આજના પાટોત્સવનુ આયોજન પંચાલ સમાજની વિવિધ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: