અચાનક લાગેલી આગમાં આશીર્વાદ રૂપ બન્યા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર
રિપોર્ટર – રમેશ પટેલ /સંજય હઠીલા – લીમખેડા
અચાનક લાગેલી આગમાં આશીર્વાદ રૂપ બન્યા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામે 21/4/23 ના શુક્રવારના રોજ અચાનક લાગેલી આગમાં 6 મકાન તેમજ ઘરવખરી સમાન બળીનેખાક થઇ ગયું હતું આવાતની જાણ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ને થતા સાંસદ તે પરિવારની મુલાકાત લીધી હતી ત્યાર બાદ લીમખેડા મામલતદાર ને જાણ કરતા મામલતદાર દ્વારા તમામ મકાન વિહોણા પરિવારને આર્થિક સહાય પેટે 30.000 જેટલી રકમના ચેક આપી તેમજ સાંસદ સભ્ય દવારા ઘઉં, ચોખા, તેલ તેમજ તમામ રાસનની વ્યવસ્થા કરી અને એક ઉત્તમ સેવા પુરી પાડી ને સાબિત કર્યું છે કે નેતા ગણ ફક્ત ચૂંટણી માં જ નહિ પરંતુ આકસ્મિક મુસીબતમાં પણ મદદ કરે છે. આ તબકે જેતપુર (દુ) ગામના ડેપ્યુટી સરપંચ પંકજ અમારાભાઈ ભરવાડ લીમખેડાના ભાજપાના પ્રભારી વિનોદભાઈ રાજગોર તેમજ ગામ લોકોએ સાંસદ નો આં તબકે આભાર માન્યો હતો.