દાહોદ શહેરની એક હોસ્પિટલમાંથી રાત્રિના સમયે એક મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાની ઘટનાની ફરિયાદ.
સિંધુ ઉદય
દાહોદ શહેરની એક હોસ્પિટલમાંથી રાત્રિના સમયે એક મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાની ઘટનાની ફરિયાદ દાહોદ શહેર પોલીસ મથકે નોંધાવા પામી હતી જે ફરિયાદના આધારે પોલીસે 24 કલાકની અંદર મોબાઈલ ચોરને ઝડપી પાડી જેલના સળિયા પાછળથી કરી દીધા મળે છે.ગત તારીખ 22મી એપ્રિલના રોજ દાહોદ શહેરમાં આવેલ નાયક હોસ્પિટલમાંથી રાત્રિના ત્રણ વાગ્યાના આસપાસ એક વ્યક્તિનો મોબાઇલ ચોરાયો હતો જે મામલે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ દાહોદ શહેર પોલીસે ચોરને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ આરંભ કરતા સર્વિલન્સ સ્ટાફની મદદથી મોબાઈલ ચોરી કરનાર ઇસમ વસીમ જફુરૂલ્લાખાન પઠાણ (રહે. પિંજરવાડા, કસ્બા, દાહોદ, તા. જિ. દાહોદ) ને તેના ઘરેથી પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો.