કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ઝાલોદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ઝાલોદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ લાવતા કલેક્ટરશ્રી
ઝાલોદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાયો હતો. કલેક્ટરશ્રીએ ૨૪ જેટલા અરજદારોના પ્રશ્નોને રૂબરૂ સાંભળ્યા હતા અને તેનો સંતોષકારક નિવારણ લાવ્યા હતા. લાંબા સમયથી અટકેલા પ્રશ્નોનું આટલી ઝડપથી નિરાકરણ મળતા અરજદારોએ સ્વાગત કાર્યક્રમ માટે સરકારનો આભાર માન્યો હતો. કલેક્ટરશ્રી ઝાલોદ ખાતેની મામલતદાર કચેરીએ અરજદારના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રશ્નોમાં ઘણા અરજદારોને લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનો પણ સુખદ ઉકેલ કલેકટરશ્રીએ આવ્યો હતો. જેમાં અરજદારોએ પીવાના પાણી માટે બોર કરી આપવા, સ્ટ્રીટ લાઈટ, બસ સ્ટોપ ફાળવણી, નવીન વીજ જોડાણ, આવાસ યોજના સહિતની યોજનાઓના લાભો મેળવવા માટે, સીસી રોડ માટે નવી આંગણવાડી માટે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી.કલેકટર ડો. ગોસાવીએ અરજદારના પ્રશ્નોને સાંભળ્યા બાદ આ બાબતે સંબંધિત અધિકારીને જરૂરી સૂચનો આપ્યા હતા અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. વર્તમાન વડાપ્રધાનશ્રી તથા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે વર્ષ ૨૦૦૩ થી શરૂ કરવામાં આવેલ સ્વાગત કાર્યક્રમને એપ્રિલ ૨૦૨૩ માં વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના આ ૨૦ વર્ષના સુશાસનની ઉજવણી અન્વયે સમગ્ર રાજ્યમાં ‘સ્વાગત સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે આ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લામાં લોકોમાં આ કાર્યક્રમ બાબતે જાગૃકતા આવે અને પોતાના પ્રશ્નોની રજૂઆત કરે એ માટે વિવિધ આયોજન કરાયા છે. કલેક્ટરશ્રીએ પણ લોકોને આ કાર્યક્રમમાં પ્રશ્નોને રજૂ કરવા આહ્વાન કર્યું હતું. આજના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વર્ગ ૧ ના અધિકારીશ્રીઓએ સામાન્ય નાગરિકોના પ્રશ્નોને સાંભળીને સુખદ નિવારણ લાવ્યા છે.