શિક્ષિકાએ પતિ, સસરા અને દિયર સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદમા રહેતી અને નડિયાદ નજીક એક ગામની કન્યાશાળામા ફરજ બજાવતી આચાર્ય શિક્ષિકાએ પોતાના પતિ, સસરા અને દિયર સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. નડિયાદમાં આવેલ સિવિલ રોડ પર રહેતી ૪૫ વર્ષિય મહિલા જે નડિયાદ પાસે આવેલ ગામમાં કન્યાશાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવે છે. વર્ષ ૨૦૦૨મા મહિલાના લગ્ન મુળ મહુધાના અને હાલ નડિયાદ ખાતે રહેતા વ્યક્તિ સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ આ પરિણીતાને કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી મળતા તેણીની પોતાના પતિ સાથે ત્યાં રહેવા ગઈ હતી. પતિ કોમ્પ્યુટર રીપેરીંગનું વેવસ્થા કરે છે. ત્યાં અન્ય યુવતીઓ સાથે સંબંધ હોવાની જાણ થતાં પત્નીએ પતિને ટોક્યા હતા. પછી પતિ પોતાની પત્ની સાથે સારી રીતે વાતચીત કરતાં નહોતા અને ઝઘડો કરી મારઝુડ કરતાં હતાં. જોકે, સમાજમાં બદનામીના ડરથી આ મહિલા ચૂપ રહી ત્રાસ સહન કરતી હતી. ૨૦૧૪ મા નડિયાદ સિવિલ રોડ ખાતે સાસુ, સસરાના મકાનમાં રહેવા પીડીતા આવી હતી. આ દરમિયાન સસરા અને બે પૈકી એક દિયર તેણીને શારીરિક માનસિક ત્રાસ આપતાં હતાં. આથી કંટાળીને વર્ષ ૨૦૧૫-૧૬મા પીડીતા પોતાના પતિ અને દિકરા સાથે નજીક અલગ રહેવા ગઈ હતી. પણ પતિ ઝઘડો કરી મારઝુડ કરતો હતો. વર્ષ ૨૦૧૬મા સિવિલ રોડ પરની સોસાયટીમાં પ્લોટ બાબતે પતિએ પોતાની પત્ની સાથે મનદુઃખ થયેલું હતું. એક દિવસ કિશોર વયે પહોચેલા દિકરાએ વર્ષ અં૨૦૨૧માં પોતાના પિતાના મોબાઈલ ફોનમાં અન્ય યુવતીનો ફોટા જોતા ભાંડો ફૂટતા પીડીતાએ પોતાના પતિને આ બાબતે ઠપકો આપ્યો હતો અને આથી પતિએ પોતાની પત્નીને અને પુત્રને મારમાર્યો હતો. પછી હેરાન કરવાનું ચાલુ કરતાં પીડીતા પોતાના દિકરાને લઈને માવતરના ઘરે રહેવા આવી ગઈ હતી. વર્ષ ૨૦૨૧મા ખાધાખોરાકીનો કેસ નડિયાદ કોર્ટમા પીડીતાએ મુક્યો હતો. જે કેસ હાલમાં ચાલુ છે. ઉપરોક્ત સંયુક્ત માલિકીનું મકાન વેચવા બાબતે પતિ-પત્ની વચ્ચે ગાળાગાળી થઈ હતી. જોકે, પત્નીની ગેરહાજરીમાં પતિ મકાન વેચી દેવાની ભીતિ પરિણીતાને સતાવતા તેણીની ગત ૧૫મી એપ્રિલ ૨૦૨૩ના રોજ પોતાના કિશોર વયના દિકરાને લઈને સાસરીમાં ગઈ હતી. પતિએ મોડી રાત સુધી ઘરમાં ઘૂસવા દીધી નહોતી અને એક આર્ટ ઓફ લિવિંગના ટીચરે પતિને સમજાવતાં પતિએ તેણીને ઘરમાં રહેવા દીધી હતી. જોકે આ બાદ અકળાયેલા પતિએ પોતાની પત્નીને હેરાન કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે અગાઉ ૧૩ એપ્રિલના રોજ મહિલા પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ નડિયાદ ટાઉન પોલીસમા ગુનો ટ્રાન્સફર કરતાં આ મામલે પીડીતાએ પોતાના પતિ, સસરા અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે.

