ફતેપુરા પોલીસ સ્ટેશનનો ત્રણ વર્ષથી ફરાર આરોપી દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપ્યો
સાગર પ્રજાપતિ,યાસીન મોઢીયા
સુખસર,તા.૨૯
ફતેપુરા તાલુકામાં કેટલાક ગુનેગારો વર્ષો પહેલા ગુન્હા કરી ફરાર થઈ જવા પામેલ છે જેમાં સ્થાનિક પોલીસ ન હાથે ફરાર આરોપીઓ ઝડપાઈ નહીં શકતા હાલ ફતેપુરા તાલુકામાં એલ.સી.બી દાહોદ એલ.સી.બી. પોલીસ દ્વારા એક બાદ એક ફરાર આરોપીઓને ઝડપી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.તેમાં ગતરોજ કુપડા ગામના મારામારીમાં સંડોવાયેલા ત્રણ વર્ષથી ફરાર આરોપીને એલ.સી.બી. પોલીસ દ્વારા ઝડપી ફતેપુરા પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કુપડા ગામે રહેતો નિલેશ દામાભાઈ વળવાઇ સામે વર્ષ-૨૦૧૭ માં મારામારીના ગુનામાં સંડોવાયો હતો.ત્યારબાદ તે ત્રણ વર્ષ સુધી સ્થાનિક પોલીસને હાથતાળી આપી પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો.જ્યારે હાલ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર નાઓની સૂચના તથા એલ.સી.બી. પી.આઇ.બી.ડી.શાહ સહિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ.મકવાણા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ હે.કો. હિતેન્દ્ર સિંહ સોલંકી સહિત ટીમ દ્વારા ગતરોજ ફતેપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુના કરી નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરીમાં હતા.તે દરમ્યાન વર્ષ-૨૦૧૭ માં મારામારીના ગુનામાં સંડોવાયેલો આરોપી નીલેશભાઈ દામાભાઈ રહે.કુપડા,તા.ફતેપુરાનો ફતેપુરા મેન બજારમાં આવવાનો હોવાની બાતમીદાર દ્વારા બાતમી મળતા એલ.સી.બી. પોલીસે મેનબજારમાં વોચ તપાસમાં ગોઠવાઈ ગયા હતા.તે દરમિયાન નિલેશ વળવાઈ આવતા તેની પૂછપરછ કરી તેની એલ.સી.બી. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.અને આ આરોપીને ફતેપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ફોટો÷ એલ.સી.બી.પોલીસ દાહોદ દ્વારા ઝડપાયેલ કુપડા ગામનો ત્રણ વર્ષથી ફરાર આરોપી નજરે પડે છે.
#Dahod #Sindhuuday

