સાસુ-સસરાની ચડામણીથી પતિ દ્વારા બાપના ઘરેથી પાંચ લાખ દહેજના લાવવાની માંગણી કરી મારઝુડ કરી શારિરીક માનસીક ત્રાસ આપતા

દાહોદ, તા.રર
ઝાલોદ તાલુકાના મોટી કુણી ગામની પરણીત મહિલાને લગ્ન કર્યા પછી ખોટી હકીકતો જણાવી લગ્ન કર્યા બાદ અવાર નવાર સાસુ-સસરાની ચડામણીથી પતિ દ્વારા બાપના ઘરેથી પાંચ લાખ દહેજના લાવવાની માંગણી કરી મારઝુડ કરી શારિરીક માનસીક ત્રાસ આપતા અવાર નવારના ત્રાસથી વાજ આવી  ન્યાયની દાદ માટે મહિલા પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યાનું જાણવા મળેલ છે.
સરોજબેનના લગ્ન ત્રણેક વર્ષ પહેલા ઝાલોદ તાલુકાના મોટી કુણી ગામના દીલીપભાઈ સામજીભાઈ હઠીલા સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન પહેલા સરોજબેનના સાસરીયાઓએ પોતે
આભાર – નિહારીકા રવિયા  ભગત હોવાની ખોટી હકીકતો જણાવી હતી. અને લગ્નનના એકાદમાસ સરોજબેન સાથે પતિ તથા સાસરીયાઓએ સારૂ રાખ્યું હતુ. ત્યાર બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતુ. અને પતિ દિલીપભાઈ હઠીલાએ પોતાની માતા મલીબેન સામજીભાઈ, સસરા સામજીભાઈ થાવરાભાઈ તથા જેઠ કનુભાઈ સામજીભાઈની ચઢામણીથી પત્ની સરોજબેનને તેના પિતાને ત્યાંથી રૂપિયા પાંચ લાખ દહેજ પેટે લાવી આપવા અવાર નવાર દબાણ કરી માર મારી તથા સરજાબેનના પેટમાં રહેલ ગર્ભ પડાવી નાખી માનસીક અને શારિરીક ત્રાસ આપતા અવાર નવારના ત્રાસથી વાજ આવી સરોજબેન રણીયાર ઈનામી ગામે પોતાના પિયરમાં આવી ગઈ હતી અને ત્યાર બાદ દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે તેના પતિ દિલીપભાઈ સામજીભાઈ હઠીલા, સાસુ માલીબેન સામજીભાઈ હઠીલા, સસરા સામજીભાઈ થાવરાભાઈ હઠીલા તથા જેઠ કનુભાઈ સામજીભાઈ હઠીલા વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: