પ્રસંગમાં આવેલા યુવાનોએ મોટરસાયકલ લઈને નાસ્તો કરવા આવતાં આઈસર ટ્રકની ટક્કરે એકનું મોત.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ ઠાસરા તાલુકાના મુળીયાદ ગામે રહેતા ૧૯ વર્ષિય અલ્પેશભાઈ મંગળભાઈ રાઠોડ કાકાના દિકરા તેમજ ચિરાગભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ તથા અન્ય માણસો વાહન ભાડે કરી ગામની દીકરીના ભાણિયાના બાબરીના પ્રસંગે નડિયાદ પાસેના ફતેપુરા તાબેના હનુમાનપુરામાં આવેલા હતા. નાસ્તો કરવા સંબધીનુ મોટર સાયકલ લઈને કેતનભાઈ ચીમનભાઈ રાઠોડ, સીરાજભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ અને અલ્પેશભાઈ એમ ત્રણેય જણા મોટરસાયકલ પર નડિયાદ તરફ આવતાં હતાં. તે દરમિયાન નડિયાદ ફતેપુરા રીંગરોડ ચોકડી પાસે આઈસર ટ્રક ના ચાલકે ટક્કર મારતાં મોટરસાયકલ પર સવાર ત્રણેય લોકો ફંગોળાઈને રોડ ઉપર પડ્યા હતા. જેમાં કેતનભાઇ ચીમનભાઈ રાઠોડ તેમજ ચિરાગભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડને ઈજાઓ પહોંચી હતી. અને કેતનભાઇ રાઠોડને શરીરે ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. જ્યારે ચિરાગને શરીરે ઇજાઓ થતા તેને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે અલ્પેશભાઈ મોતીભાઈ રાઠોડે આઈસર ટ્રક ચાલક સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.