ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા સીપીઆર તેમજ પ્રાથમિક સારવાર તાલીમ વર્ગ યોજાયો.
સિંધુ ઉદય
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા જુનિયર તથા યુથ રેડ ક્રોસનો સીપીઆર તેમજ પ્રાથમિક સારવાર તાલીમ વર્ગ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે સોસાયટીના ચેરમેન ગોપાલભાઈ ધાનકા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો જેમાં શ્રીમતી સીએસ ભાભોર સ્કૂલ ઓફ નર્સિંગ સિગવડ તથા તક્ષશિલા સ્કૂલ ઓફ નર્સિંગ દાહોદના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ને સીપીઆર તેમજ પ્રાથમિક સારવાર ની તાલીમ પ્રોગ્રામ ડાયરેક્ટર હેલ્થ જુનિયર અને યુથ તથા ફસ્ટ એઇડ પ્રોગ્રામ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય સરકાર અમદાવાદના મનિષાબેન સોલંકી દ્વારા આપવામાં આવ્યો હતો આ પ્રસંગે આચાર્યશ્રી સીએસ ભાભોર સ્કૂલ ઓફ નર્સિંગ સિગવડનાં આચાર્ય લીલાબેન ચરપોટ મનિષાબેન સોલંકી એ ઉદબોધન કર્યું હતું અધ્યક્ષ સ્થાનેથી રેડ ક્રોસ સોસાયટી દાહોદના ચેરમેન ગોપાલભાઈ ધાનકાએ પ્રાથમિક સારવાર અને સીપીઆર ની મહત્વતા વિશે વિસ્તૃત જાણકારી આપી અને રેડક્રોસની વિગતો આપી હતી આ પ્રસંગે સ્વાગત પ્રવચન અને તાલીમ વર્ગ ની માહિતી સોસાયટીના માનદ મંત્રી જવાહરભાઈ શાહ એ આપી હતી કાર્યક્રમનો સંચાલન અને આભાર વિધિ સોસાયટીના સહમંત્રી સાબિર શેખએ કરી હતી આ પ્રસંગ સોસાયટીના વોઇસ ચેરમેન દિનેશભાઈ શાહ બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર સોસાયટી નું સ્ટાફ તથા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા