ખેડા જિલ્લા ક્રિકેટ  એસોસિયેશન દ્વારા મહિલાઓ માટે પ્રથમ વખત ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

ક્રિકેટમાં હાલમાં રમાયેલ (WPL) વુમન્સ IPL  થી એ શક્ય બન્યું છે કે હવે મહિલાઓ પણ ધીમે ધીમે પુરુષોની સાથે ક્રિકેટમાં તાલ મિલાવી રહી છે હાલમાં જ BCCI દ્વારા જે મેન્સ ટીમને ક્રિકેટનુ મહેનતાણું આપવામાં આવે છે તે જ મહિલા ક્રિકેટરોને પણ આપવામાં આવી રહ્યું છે દિવસેને દિવસે મહિલામાં પણ ક્રિકેટ રમત પ્રત્યે રૂચિ વધી રહી છે જે સંદર્ભમાં ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન નડિયાદ દ્વારા આગામી તારીખ ૪ મે ૨૦૨૩ ના ગુરુવારથી મહિલાઓ માટે પ્રથમ વખત ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સદર ક્રિકેટ કેમ્પમાં BCCI માન્ય લેવલ1 મહિલા કોચ દ્વારા ક્રિકેટની તાલીમ આપવામાં આવશે તો જે કોઈ મહિલાઓ (ફક્ત ૨૧ વર્ષથી નીચે ) કેમ્પમાં જોડાવા માગતી હોય તેઓએ એસોસિએશન ની ઓફિસે રજીસ્ટ્રેશન કરાવી ક્રિકેટ કેમ્પમાં ભાગ લઈ શકશે. બોયઝ અન્ડર ૧૪ સમર ક્રિકેટ કોચિંગ ૨૦૨૩ દર વર્ષની માફક આ વર્ષે પણ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન નડિયાદ દ્વારા બોયઝ અન્ડર ૧૪ સમર ક્રિકેટ કોચિંગ કેમ્પ નું આયોજન તારીખ ૪ મેં ૨૦૨૩ ના રોજ ગુરૂવારથી થવા જઈ રહ્યું છે કેમ્પમાં૧/૦૯/૨૦૦૯ પછી જન્મેલા યુવાઓ ભાગ લઈ શકશે યુવકોએ એસોસિયનની ઓફિસે ૪ મેં ૨૦૨૩ પહેલા રજીસ્ટ્રેશન કરાવી લેવુંસંપર્ક ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન નડિયાદજે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સ પાછળ જી એસ પટેલ સ્ટેડિયમકોલેજ રોડ,નડિયાદ387001 સંપર્ક સમય સવારે ૯ થી ૧૨ સાંજે ૪ થી ૭

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: