પોસ્ટ માંથી બોલું છું કહી મહિલા સાથે છેતરપિંડી કરાઈ.

પથિક સુતરીયા

દાહોદ તા.૨૮

પોસ્ટમાંથી બોલું છું તમારુ પાર્સલ અટકી ગયું છે તો ફોર્મ ભરી બે રૂા. મોબાઈલ દ્વારા ટ્રાન્સફર કરવાનું જણાવી ભેજાબાજે દેવગઢ બારીઆની મહિલાનો ગુપ્ત પાસવર્ડ નંબર મેળવી રૂા. ૪૦૯૩૮ મહિલાના ખાતામાંથી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી ઓનલાઈન છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાનું જાણવા મળ્યું છે.દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરનાં જુના રેલ્વે સ્ટેશનની સામે રહેતા જૈનબબેન ફખરીભાઈ ઇસ્માઈલભાઈ બાઝીના મોબાઈલ ફોન ઉપર તા. ૯.૪.૨૦૨૩ ના રોજ સવારના દશ વાગ્યાના સુમારે ૮૯૬૧૬૩૭૫૪૫ નંબર પરથી ફોન આવ્યો હતો અને વાત કહી હતી કે હુ પોસ્ટ માંથી બોલું છું અને તમારુ પાર્સલ અટકી ગયું છે અને મોકલવા સારુ તમારે એક ફોર્મ ભરી રૂા. ૨ ટ્રાસફર કરવા પડશે. હુ તમને મેસેજ કરું તેના ઉપર મોકલી આપજાે તેમ કહી એક ફોર્મ મોકલુ હતુ અને તેના મારુ નામ અને મોબાઈલ નંબર ભરી રૂા. ૨ કપાવવા માટજૈનબબેન પોતાનો ગુપ્ત પાસવાર્ડ નાખી રૂા. ૨ ટ્રાન્જેક્શન કર્યા હતા અને તે વખતે મોબાઈલ નંબર ૭૩૦૪૪૯૯૯૦૨ થી મેસેજ આવ્યો હતો. પરંતુ કેાઈ કાર્યવાહી થઇ નહતી અને તરતજ મોબાઈલ નંબર ૭૦૦૧૪૯૭૮૫ થી મેસેજ આવ્યો હતો અને તેમાં જણાવેલ તમે તે જ મેસેજ કરીને રીર્ટન લીંક મોરકલી હતી અને જૈનબબેને લીંક રીટર્ન મોકલી હતી અને બીજે દિવસે યશ બૈંકના એકાઉન્ટ ંબર ૦૬૧૮૯૯૫૦૦૨૪૮૨ પરના ધાક તથા ઇન્ડસબેન્ક એકાઉન્ટ નંબર ૦૦૯૯૩૫૪૪૬૧૫૯૫૦ ના ધારકનાં ખાતામાં જૈનબબેન ના ખાતામાંથી અલગ અલગ સમયે કુલ રૂા. ૪૦૯૩૮ ની ઓનલાઈન છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાે હતો. આ સંબંધે દેવગઢ બારીઆ જુના રેલ્વે સ્ટેશનથી સામે રહેતા જૈનબબેન ફખરીભાઈ ઇસ્માઈલભાઈ વાગીએ દેવગઢ બારીઆ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંબંધે છેતરપીડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!