RTO ઓફિસ નજીકથી LCB પોલીસે કારમાં લઈ જવાતો 2 લાખ ઉપરાંતનો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ઈસમને ઝડપી લેવાયો.
સિંધુ ઉદય
દાહોદના ટાઉન વિસ્તાર ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર LCB પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતીકે મધ્યપ્રદેશના પીટોલ તરફથી કતવારા ગામે થઈને નેશનલ હાઇવે ઉપર એક નિશાન કંપનીની સન્ની XV DCI ગાડી જેનો નંબર GJ 16 BB 8910 નંબરની ફોર વહીલર ગાડીમાં ઈંગ્લીસ દારૂ ભરીને લઈને આવી રહ્યો છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવી બાતમી વાળી ગાડી આવતા તેને ચાલક સાથે ઝડપી પાડી હતી જે ગાડીમાં તલાશી હાથ ધરતા વિદેશી દારૂની 15 નંગ પેટીઓ જેમાં 384 નંગ બોટલો જેની કિંમત 47,520 રૂપીયા દારૂની હેરફેરમાં લીધેલી નિશાન કંપનીની સન્ની ફોર વહીલર ગાડી જેની કિંમત 2 લાખ મળી કુલ 2,47,520 રૂપિયાનો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો જેનું નામ પૂછતાં અનિલ દિનેશભાઇ મકવાણા રહેવાસી છાપરી નિશાળ ફળીયા નો હોવાનું જણાવ્યું હતું જયારે LCB પોલીસે તારીખ 27મી એપ્રિલના રોજ એ ડિવિઝન ટાઉન પોલીસ મથકે ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો નોંધવી આગળની વધુ તપાસ હાથ ધરી હતી