વિધવાબહેનો માટે વિધવા પેન્શન સહાય યોજના વિશે માર્ગદર્શન સેમીનાર.
રમેશ પટેલ
આજરોજ તા.28/4/2023 ને શુક્રવારનાં રોજ સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ બાર તથા માનવતાની મહેક ફાઉન્ડેશન લીમખેડા દ્વારા આયોજિત ” વિધવા પેન્શન સહાય યોજના” અંતર્ગત માર્ગદર્શન સેમીનાર નું આયોજન લીમખેડા ના પાડોળા તથા પાલ્લી ગામે કરવામાં આવ્યું હતું.જેમાં બંને સ્થળો પર 20 જેટલી વિધવાબહેનોને વિધવા પેન્શન સહાય યોજના અંતર્ગત યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તથા તેમને ફોર્મ તથા જરૂરી આધાર પુરાવાનાં ડોક્યુમેન્ટ્સ પણ આપવામાં આવ્યા હતા.આજે યોજાયેલ સેમિનારમાં પાડોળા તથા પાલ્લી ગામની વિધવા બહેનોને વિધવા પેન્શન સહાય યોજના નુ સંપુણઁ માર્ગદર્શન આપવામા આવ્યું .


