પાણીનો કકળાટ ચરમ પર સંજેલી પંચાયત ખાતે પાણીની માંગને લઈને મહિલાઓએ સરપંચનો ઉઘડો લીધો.
રિપોર્ટર: ફરહાન પટેલ સંજેલી
સંજેલી ખાતે પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવા માટે નબળું પુરવાર થયું છે, અનેકોવાર TDO સહિત તંત્રને રજુઆત કરવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યા છે પંચાયત તંત્ર દ્વારા 15 દિવસે નળ મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે જેને લઈ મહિલાઓ રણચંડી બની હતી, સંજેલી પંચાયત ખાતે સરપંચને પાણીની માંગને લઈ સરપંચને ઉઘડો લીધો હતો અને પાણી આપવાની મક્કમ માંગ કરવામાં આવી હતી,સંજેલીમાં નલ સે જળ યોજના ફારસરૂપ સાબિત થઈ છે નલ સે જળ યોજના માત્ર કાગળ પરજ સીમિત છે, કેટલાક વિસ્તારોમાં પાઇપ લાઇન નાખવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં પાઇપલાઇન નાખવામાં આવી નથી, દેખાડવા પૂરતું નલ સે જળ યોજના છે પરંતુ તેની વાસ્તવિકતા કંઈક અલગ છે, પંચાયત દ્વારા ફાળવવા આવેલ નલ મારફતે પીવાનું પાણી ન અપાતા ચામડિયા ફળીયા ખાતેની વોર્ડ નંબર આઠની મહિલાઓએ સંજેલી પંચાયતનો ઘેરાવો કરી દૈનિક પાણી સહિત પ્રાથમિક સુવિધાઓ આપવાની માગોને લઈને વિરોધ પ્રગટ કરી રોષ ઠાલવ્યો હતો સરપંચ,તંત્રના ખોટા વચનો સાંભળી સાંભળીને રોષે ભરાયેલી મહિલાઓએ સંજેલી સરપંચને પાણી આપોની માંગને લઈ ઉગ્ર રજુઆત કરી હતી સંજેલી સરપંચને મહિલાઓ,સહિત સભ્યોએ નળ મારફતે દૈનિક પાણી આપવાની માંગ કરી હતી





