ઝાલોદ ઠુંઠી કંકાસીયા ગામે વૃક્ષને તંત્રના કોઈપણ સક્ષમ અધિકારીની મંજુરી વગર કાપી નાંખતાં મામલદાર દ્વરા દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો

રિપોર્ટર – પંકજ પંડિત – ઝાલોદ

દાહોદ જિલ્લાના ઝાલોદ ઠુંઠી કંકાસીયા ગામે એક વ્યક્તિએ રસ્તાની બાજુમાં આવેલ ચાર ઘટાડા વૃક્ષને તંત્રના કોઈપણ સક્ષમ અધિકારીની મંજુરી વગર કાપી નાંખતાં આ મામલે ઝાલોદ મામલતદાર કચેરીએ પહોંચતાં આ મામલે મામલતદાર દ્વારા વ્યક્તિને કસુરવાર ઠેરવી રૂા. ૪,૦૦૦નો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવતાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી.થોડા દિવસો પહેલાં ઝાલોદ તાલુકાના ઠુંઠી કંકાસીયા ગામે ચોકડીથી વણકતળાઈ જવાના રસ્તા તરફે બંન્ને બાજુએ આવેલ ચાર લીમડાના ઘટાદાર વૃક્ષોને રશીદભાઈ ટીમીવાલા (રહે. ગુલીસ્તાન સોસાયટી, ઝાલોદ, જિ.દાહોદ) નાને કોઈપણ સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી વગર ચારેય વૃક્ષોને કાપી નાંખતાં આ મામલો ઝાલોદ મામલતદાર સમક્ષ પહોંચ્યો હતો ત્યારે આ મામલે મામલતદાર દ્વારા ઉપરોક્ત વ્યક્તિને કાયદાકીય રીતે કસુરવાલ ઠેરવી રૂા. ૪,૦૦૦ હજારનો દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!