તાલુકાના વલુડી પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજાયો

રિપોર્ટર – શબ્બીરભાઈ સુનેલવાલા -ફતેપુરા

તાલુકાના વલુડી પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજાયો

ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ યોજાયો તેમજ પરિણામોત્વ યોજાયોઆજરોજ ફતેપુરા તાલુકાની વલુંડી પ્રાથમિક શાળા(સરકારી)ખાતે ફતેપુરા PSI જી કે ભરવાડ સાહેબની ઉપસ્થિતિમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ તેમજ શાળાનો પરિણામોત્સવ યોજાયો હતો જેમાં ઉપસ્થિત PSI ફતેપુરા દ્વારા બાળકોને વધુ અભ્યાસ માટે તત્પર બનવા અને સફળતા મેળવવા માટે તનતોડ પ્રયાસો કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી. શાળામાં 3 થી 8 માં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ અભિવાદન શાળા દ્વારા ફતેપુરા PSI હસ્તે કરાવવામાં આવ્યું. શાળામાં બાળકોને શાળા દ્વારા ચા નાસ્તો કરીને મો મીઠું કરાવી વિદાય આપવામાં આવી હતી. શાળાના વરિષ્ઠ શિક્ષિકા માલતીબેન દ્વારા ધોરણ 8 ના બાળકોને પેનની ભેટ આપીને ઉજ્વળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. વલુંડી પ્રાથમિક શાળા દ્વારા વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરાતા બાળકો તેમજ ગ્રામજનોમાં શાળા માટે ગૌરવની લાગણી જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન પણદા અને વિધીબેન કલાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!