વડતાલધામ અને સીવીએમ યુનિવર્સિટીએ કેનેડાની સેટ કંપની સાથે MOU કર્યા વૈશ્વિક સંશોધનો થશે.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી, સેટ કેનેડા અને શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ વચ્ચે તારીખ ૨૯ એપ્રિલ ૨૦૨૩ ના રોજ CVM યુનિવર્સિટી ના બોર્ડ રૂમ માં પ્રોજેક્ટ “અક્ષરભુવન” અંતર્ગત MOU હસ્તાક્ષર થયા હતા. MOU માં CVM યુનિવર્સિટી તરફથી પ્રમુખ એન્જિનિયર ભીખુભાઇ પટેલે અને શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તરફથી કોઠારી ર્ડો સંતવલ્લભ સ્વામી એ હસ્તાક્ષર કર્યા હતા.આ MOU CVM યુનિવર્સિટી ની ઘટક કોલેજ ના વિધાર્થીઓ ને ઉજળી તકો પુરી પાડશે. આ MOU અંતર્ગત વિધાર્થીઓ “અક્ષરભુવન” ની સ્થળ મુલાકાત થકી નવી કન્સ્ટ્રકશન ટેક્નોલોજી, નવી કન્સ્ટ્રકશન ટેક્નોલોજી માં ઉપયોગ માં લેવાતી મશીનરી, મટીરીયલ્સ ટેક્નોલોજી જેવી વિવિધ આધુનિક ટેક્નોલોજી નો લાભ લઇ શકશે. નવી મટીરીયલ્સ ટેક્નોલોજી અંતર્ગત વેસ્ટ મટીરીયલ્સમાં થી બેસ્ટ મટીરીયલ્સ બનાવવાની ટેક્નિક પણ શીખી શકશે. આ MOU અંતર્ગત ઘટક કોલેજ ના વિધાર્થીઓ અને પ્રોફેસર ને ઇન્ટર્નશિપ, રિસર્ચ, તજજ્ઞો ના મંતવ્યો અને અનુભવ, સેમિનાર, ટેસ્ટિંગ અને કન્સલ્ટન્સી નો પણ લાભ મળશે. શૈક્ષણિક અને કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સના ભાગ રૂપે હેરિટેજ સંરક્ષણ અને પુનઃસ્થાપન સંબંધિત પ્રોજેક્ટ્સ ને પણ વેગ મળશે. આ કાર્યકર્મ માં CVM યુનિવર્સિટી ના પ્રમુખ પ્રમુખ એન્જિનિયર ભીખુભાઇ પટેલ, માનદ મંત્રી મેહુલભાઈ પટેલ, CVM યુનિવર્સિટી ના પ્રોવોસ્ટ ર્ડો હિમાંશુ સોની, SMAID કોલેજ ના ડાઈરેક્ટર નીરવ હિરપરા, સેટ કેનેડા ના સ્નેહલભાઈ પટેલ, વિવિધ ઘટક કોલેજ ના આચાર્યો, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ના કોઠારી ર્ડો સંતવલ્લભ સ્વામી, પૂજય અમૃતવલ્લભ સ્વામી, મહેન્દ્રભાઈ પટેલ, નિકિત પટેલ ઉપસ્તિથ રહ્યા હતા. CVM યુનિવર્સિટી ના પ્રમુખ પ્રમુખ એન્જિનિયર ભીખુભાઇ પટેલે સૌનો આભાર માન્યો હતો અને પ્રોવોસ્ટ ર્ડો હિમાંશુ સોની ને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.