ખેડા જીલ્લા ભાજપ દ્વારા નડીયાદ ઇપકોવાળા હોલમાં મનકી બાતનું નિદર્શન કરાયું.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

દેશના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે તા. ૩૦મી એપ્રિલ રવિવા૨ે મન કી બાત ના ઐતિહાસિક ૧૦૦મા એપિસોડમાં રેડિયો ધ્વારા દેશના નાગરિકો સાથે જોડાયા હતા. તેને અનુલક્ષી આજે ખેડા જીલ્લા ભાજપ દ્વારા નડીયાદ મુકામે ઇપકોવાળા હોલમાં મનકી બાતનું નિદર્શન કરાયું હતું.જેમાં કેન્દ્રીય  સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણ  નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદ વિધાનસભા વિસ્તારના કાર્યકરો શહેર જિલ્લા ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રી સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં એક માત્ર એવા નેતા છે.જે દર મહિને દેશની જનતા સાથે મનકી બાત રેડિયો કાર્યક્રમ દ્વારા સીધો સંવાદ કરે છે.બિન રાજકીય  સંવાદ થી વ્યક્તિ અને  સંસ્થાઓ દ્વારા થતા દેશહિત કે જનહિતના કાર્યો ને બિરદાવે છે. હકારાત્મક શક્તિઓને ઉજાગર કરીસમાજસેવામાં જોડવાનું ઉમદા કાર્ય વડાપ્રધાનના આ અભિગમ થી થઈ રહ્યું છે.આવી વિશિષ્ટ  પ્રતિભાઓ સામાન્ય જન માંથી મળે છે.જેમને  પદ્મશ્રી જેવા એવોર્ડથી સન્માનિત કરાય છે.મનકી બાત થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં એક આગવી પ્રતિભા ધરાવતા નેતા તરીકે ઉભરી આવ્યા છે.નડિયાદના  વોર્ડ નંબર ૯માં દેવ હેરિટેજ સોસાયટીમાં મનકી બાત નિદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડા જિલ્લા ભાજપ  પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ખેડા જીલ્લાના ૧૮૫૮ બુથો ૫૨ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના  મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ નિદર્શન આજે કરાયું છે. ખેડા જિલ્લામાં ભાજપના જીલ્લા તાલુકા સંગઠનના હોદેદારો સાથે આમ જનતા પણ જોડાઈ હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો  મન કી બાત કાર્યક્રમ લોકપ્રિય છે. અને  છેવાડાના જન ને સ્પર્શતોઆ કાર્યક્રમ છે. સામાન્ય જનની સમસ્યાઓ ઉપલબ્ધિઓને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ અનેક મુદ્દા ૫૨ જાહેર જનતાના અને પોતાના વિચા૨ો રજુ  કર્યા છે. જેના મનમાં  દેશહિતની ભાવના છે તેવા લોકો વડાપ્રધાનના આ  કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.જિલ્લાના અન્ય  ૧૮૦૦ ઉપરાંત બૂથ પર પણ  આજના મન કી બાત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઇ દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીને  સાંભળ્યા હતા. મન કી બાત  કાર્યક્રમના ખેડા જીલ્લા ઈન્ચાર્જ પ્રજ્ઞેશભાઈ પંડયા એ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતુ કે દેશ ભરમાં લગભગ ૨૬૨ રેડિયો સ્ટેશન અને ૩૭૫ જેટલા સામુદાયિક રેડિયો સટેશન ૫૨થી વડાપ્રધાન મોદીનો મન કી બાત  કાર્યક્રમ પ્રસારીત થયો હતો.ખેડા જીલ્લાના ૧૮૦૦થી વધુ બુથ ૫૨ આ કાર્યક્રમની સામુહિક નિર્દશનની વ્યવસ્થા કરાઈ હતીજયાં જેતે વિસ્તા૨ના ધારાસભ્યો સંગઠનના પ્રમુખો હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: