અનાથ વિદ્યાર્થીઓને ઉનાળા વેકેશનમાં ન્યુ પાર્થ ક્લાસ સંજેલી દ્વારા મફત શિક્ષણ આપવામાં આવશે.
અજય સાસિ
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે જેમાં એકલવ્ય પરીક્ષા, નવોદય પરીક્ષા, શિષ્યવૃત્તિ પરીક્ષા, સૈનિક સ્કૂલ પરીક્ષા તેમજ કોમન પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાએ જણાવ્યું છે કે ઉનાળા વેકેશન દરમિયાન આજુબાજુના ગામોમાં કોઈપણ બાળક અનાથ અને અપંગ બાળક હોય તો અમારા ન્યુ પાર્થ તાલીમ વર્ગ સંજેલીમાં દિલીપકુમાર એચ.મકવાણા, મોરા તાલીમ વર્ગમાં સંગાડા અશ્વિનભાઈ સી , સુખસર તાલીમ કેન્દ્ર પર રાજુભાઈ એસ. મકવાણા દ્વારા ઉનાળા વેકેશન દરમિયાન આજુબાજુના ગામોમાંથી અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે સાથે સાથે અનાથ બાળકોને શૈક્ષણિક સાહિત્ય અમારા ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી દ્વારા આપવામાં આવશે એવું શ્રી દિલીપકુમાર એચ. મકવાણાએ જણાવ્યું હતું.




Good info. Lucky me I reach on your website by accident, I bookmarked it.