વાઞઘરા સંસ્થા દ્વારા ઝાલોદ તાલુકાના મઘાનીસર, ધાવડીયા તથા રાયપુરા ગામમાં વિશ્વ મજૂર દિવસ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.
પંકજ પંડિત
આજરોજ વાઞઘરા સંસ્થા દ્વારા ઝાલોદ તાલુકાના મઘાનીસર, ધાવડીયા તથા રાયપુરા ગામમાં વિશ્વ મજૂર દિવસ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં વાગધારા સંસ્થાના બ્લોક સહજ કરતા ગીરીશભાઈ પટેલ દ્વારા વિશ્વ મજૂર દિવસ ક્યારથી અને કેમ મનાવવામાં આવે છે ,તેની જાણકારી આપવામાં આવી સાથે ગિરીશભાઈ પટેલ દ્વારા શ્રમિક અને શ્રમયોગી કાર્ડના ફાયદા વિગતવાર જણાવવામાં આવ્યા શ્રમયોગી કાર્ડ બનાવવા માટે જે તે મજુર અથવા કારીગર દ્વારા વર્ષ 2022-23 માં બાંધકામ નિર્માણ કાર્યમાં 90 દિવસ કામ પૂર્ણ કરેલ હોય, તે વ્યક્તિ પોતાના આધારકાર્ડ, રાશનકાર્ડ, જન્મના પુરાવા ,બેન્ક પાસબુક ,બાંધકામ ક્ષેત્રે 90 દિવસ થી વધુ સમય કામગીરી અંગેનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરવાથી શ્રમયોગી કાર્ડ નિશુલ્ક બનાવી શકાય છે ,તેના માટે કડિયા,પ્લમ્બર ,ઈલેક્ટ્રીકસીએન ,સુથાર ,લુહાર ,વાયરમેન કલર કામ કરનાર ,લિફ્ટ ઇન્સ્ટોલ કરનાર ,ફેબ્રિકેશન કરનાર, ઇંટો -નળિયા બનાવનાર, વેલ્ડર સ્ટોન કટીંગ કરનાર ,નરેગા, વર્કર વગેરે આ યોજનાનો લાભ લઈ શકે છે ,જે વ્યક્તિ પાસે શ્રમયોગી કાર્ડ હશે, તેને ગુજરાત બાંધકામ બોર્ડની કલ્યાણકારી યોજનાઓ જેવી કે મેડિકલ હેલ્થ યુનિટ ,પ્રસુતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, શિક્ષણ સહાય યોજના ,પીએચડી ના અભ્યાસક્રમ માટેની યોજના, આકસ્મિક મૃત્યુ સહાય યોજના, અંતેષ્ઠી સહાય યોજના ,શ્રમિક અન્નપૂર્ણા યોજના, વ્યવસાયિક રોગોમાં સહાય યોજના, ગ્રો ગ્રીન સમિતિ યોજના ,દિવ્યાંગ શ્રમિકો માટે ઇલેક્ટ્રિક ત્રિ ચક્કી વાહન યોજના, શ્રમિક પરિવાર યોજના ,શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના, આયોજનો લાભ મળી શકે છે ,આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રમેશભાઈ ડામોર, વિનોદભાઈ ભાભોર ,શાંતિલાલ ડામોર, રસિકભાઈ ડામોર, સવાભાઈ ડામોર, જયંતીભાઈ ગરાસીયા જશોદાબેન ડામોર વસંતીબેન ડામોર મિતલબેન ડામોર ઇન્દુબેન ગરાસીયા, ખૂબ સહયોગ અને સહકાર આપેલ છે.

