મહેમદાવાદમાં પીવાનું પાણી ન મળતાં રહીશો પરેશાન.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

મહેમદવાદના સુઢા વણસોલ વિસ્તારમાં વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત પાઇપલાઇન ન નાખાવામાં આવતા ગામના સેવાડાના વિસ્તારમાં પાણી ન પહોંચતા લોકોને દૂરથી પીવાનું પાણી લાવવા મજબૂર બન્યા હતા. જેને લઇ ગ્રામજનોને પાણીથી વિખુટા રહેવાની વારી આવી હતી. વણસોલ સુંઢા ગામમાં વર્ષ ૨૦૨૧-૨૨માં વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત પીવાની પાણીની પાઇપ લાઈન અને સંપની રૂ.૬૦ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. પરંતુ ગામના સેવાડા વિસ્તારમાં લાઈન ન નાખતા લોકો પાણી માટે દૂર દૂર બાઈક અને સાઇકલો પર પાણી લાવવામાં આવે છે. આ ગામમાં ખારપટ વિસ્તાર હોવાથી પાણીની સમસ્યા રહેલી છે. જેને લઇ લોકોને ૩ કિલોમીટર દૂર કેશરા ગામમાં આવેલ હેડપંપનું પાણી લાવવું પડે છે. ગામના તળાવ પર બનેલ બોરમાંથી આ વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત પાઇપ લાઈન નાખવામાં આવી હતી. પરંતુ ગામના તમામ વિસ્તારમાં  પાઇપ લાઈન ન નાખતા ગામમાં આવેલ મુવાડી વિસ્તાર, ચુનારા વિસ્તાર, મોતીપુરા વિસ્તાર અને માળિયા વિસ્તારના લોકોને પીવાના પાણી માટે અન્ય વિસ્તારોમાં જઇ માથે બેડા મૂકી પાણી લાવવા મજબુર બન્યા છે. તથા આ બાબતે વોર્ડ નંબર ૮ ના ગ્રામ પંચાયતના સભ્યના પતિ ભરતભાઈ ચૌહાણ દ્વારા લાઈન બાબતે તાલુકા જિલ્લા અને ગાંધીનગર ખાતે સીએમને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. મુવાડી અને ચુનારા વિસ્તાર માં લોકો એ પોતાના પૈસા થી પાઇપ લઈને ખુલી લાઈન નાખવામાં આવી. મોતીપુરા વિસ્તારમાં પોતાના પૈસા થી લોકોએ બોર બનાવ્યા પરંતુ બોરમાં ખારું પાણી આવતું હોવાથી પીવાનું પાણી લેવા માટે ૩ કિલોમીટર દૂર સાઇકલ મોટર સાઇકલ કે ટ્રેકટર પર પીવાનું પાણી કેશરા રોડ પર આવેલ હેડપંપ થી લાવવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: