મહુધાના વડથલના યુવાને રૂપિયા ૧લાખ ઉપાડવા જતા ૨૫ હજાર ગુમાવ્યાં.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ: મહુધા તાલુકાના વડથલ ગામે રહેતા અને છુટક મજુરી કામ કરતા અક્ષયકુમાર પ્રભાતભાઇ વાઘેલા બે માસ પહેલા પોતાના મોબાઇલ ફોનમાં યુટ્યુબ ચેનલ ઉપર ક્લાઉટ ફૂટ નામની એક વીડિયો જોયો હતો, જેમાં જાહેરાત આવેલી કે અમારી કંપનીની કોઇ પણ પ્રોડક્ટ તમો ખરીદો અને જે કિંમતમાં તમો ખરીદશો તે થોડા થોડા કરીને વીસ દીવસમાં તમોને પરત મળી જશે અને તમોએ મેળવેલ પ્રોડક્ટ તમોને બીલકુલ ફ્રી માં પડશે. જેથી અક્ષય પૈસા કમાવાની લાલચમાં મહીને એક-બે વાર માઇનર (રોબોટ બનાવવા માટેની મશીનરી) નામની પ્રોડક્ટ ખરીદેલી હતી. એપ્લીકેશનમાં વિડ્રો નામનું ઓપ્શન ક્લીક કરતા તે સમયે ક્લાઉટ ફૂટ નામની એપ્લીકેશનના એકાઉન્ટમાં રૂપિયા જમા થતા હતા અને તે પૈસા ક્લાઈંટ ફૂટ નામની એપ્લીકેશનમાં વીડ્રો કરું ત્યારે તેના બેન્ક ઓફ બરોડા મહુધા શાખાના એકાઉન્ટમાં ડેઇલી થોડા-થોડા પૌસા જમા થતા હતા. જેથી અક્ષયને વિશ્વાસ સંપાદન થયેલો ત્યારબાદ આ ક્લાઉટ ફૂટ એપ્લીકેશનના એકાઉન્ટમાં રૂપિયા ૧ લાખ જેટલી રકમ જમા થયેલી હતી. જેથી આ નાણાં વિડ્રો કરવા પ્રયાસ કરતા એક વોટ્સઅપ પરથી મેસેજ આવેલો જેમાં જણાવ્યું હતું કે, આ નાણાં વિડ્રો કરવા હોય તો ઉપરોક્ત લીંકમા ૨૫ હજાર યુપીઆઈથી ટ્રાન્સફર કરવા પડશે જેથી એક લાખની લાલચમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ વોટ્સઅપ નંબર બંધ બોલતા અક્ષયને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં મામલે આજે તેઓએ મહુધા પોલીસમા ફરિયાદ નોંધાવી છે.


