વાંકલ ગામે લગ્ન પ્રસંગમાં જવા મુદ્દે પતિ દ્વારા પત્ની ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો
જીગ્નેશ બારીઆ
દાહોદ તા.1
દાહોદ તાલુકાના વાકોલ ગામે લગ્ન પ્રસંગમાં પતિને કહ્યા વગર પોતાના પિયરમાં લગ્ન પ્રસંગમાં ગયેલ પરિણીતા સાથે પતિએ ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ ચપ્પુના ઘા મારતા ગંભીર ઇજાગ્રસ્ત પત્ની હાલ દાહોદ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે.
દાહોદ તાલુકાના વાકોલ ગામે રહેતી પારૂલબેન ડામોર નામની પરણિતા ગતરોજ પોતાના પિયરમાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી. આજરોજ લગ્ન પ્રસંગ પતાવી પોતાની સાસરી વાકોલ ગામે પરત આવી હતી જ્યાં તેનો પતિ કમલેશ ડામોરે પારુલબેન સાથે ઝઘડો તકરાર કરી કહેવા લાગ્યો કે,તું કેમ મને પૂછ્યા વગર પિયરમાં લગ્ન પ્રસંગમાં કેમ ગઈ, તેમ કહી બેફામ ગાળો બોલતો હતો અને આ દરમિયાન એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાના હાથમાંના ચપ્પુ વડે પારુલબેનના શરીરે ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બાબતની જાણ પારુલબેનના પરિવારજનોને થતાં તેઓએ પારુલબેનને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી.
આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે પારુલબેનના પતિ કમલેશ ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ફરાર કમલેશ ડામોર સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#dahod #sindhuuday