ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી રજા પર ઉતરતા મદદનીશ તાલુકો વિકાસ અધિકારીને ચાર્જ સોપાયો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી રજા પર ઉતરતા મદદનીશ તાલુકો વિકાસ અધિકારીને ચાર્જ સોપાયોમદદનીશ તાલુકા વિકાસ અધિકારી એન ડી અસારીને તાલુકા વિકાસ અધિકારી નો ચાર્જ આપવામાં આવ્યો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકેની ફરજ બજાવતા કે.એ વસાવાની તબિયત સારી ન રહેવાથી તારીખ 29 4 2023 થી તારીખ 7 5 2023 સુધી નવ દિવસ તાલુકા વિકાસ અધિકારી રજા પર ઉતરી જતા ફતેપુરા તાલુકા પંચાયતમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે ની ફરજ બજાવતા એન ડી અસારીને દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ ફતેપુરા તાલુકા તાલુકા વિકાસ અધિકારી તરીકેનું ચાર્જ આપવા હુકમ કરેલ છે એન ડી અસારી એ તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાલી લીધેલ છે.