સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રના દશાબ્દી મહોત્સવ ના ભાગરૂપે વિવિધ દસ સ્પર્ધાઓ યોજાઇ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા વર્તમાન પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં આયોજિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રના દશાબ્દી મહોત્સવ ના ભાગરૂપે અને ”સનાતન સંસ્કૃતિ પઢાવો વીર બનાવો ” અંતર્ગત વિવિધ દસ સ્પર્ધાઓમાંની આજરોજ અંતિમ સ્પર્ધા , બાળકો માટે કુદરતી દ્રશ્ય , ગોલ્બલ વોર્મિંગ, હિંદુ સંસ્કૃતિ,હિંદુ તેહવારો , અને માતા-પિતા માટે માતા બાળકનું બંધન, પિતા-બાળકનું બંધન અને સનાતન ધર્મ વિષયો પર ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. ચિત્ર સ્પર્ધા માં કુલ 700 બાળકો અને 120 માતા-પિતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજે ખાસ ઉપસ્થિત રહીને બાળકો અને માતા-પિતા ઓને આશીર્વચન પાઠવ્યા હતા. તેમાં જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં સુક્ષુપ્ત શક્તિઓ રહેલી છે. સૂક્ષુપ્ત શક્તિઓની જાગૃતિ ચિત્ર સ્પર્ધા દ્વારા બળકમાં લાવી રહ્યાં છીએ ,તે અતિ આનંદની વાત છે . બાળકોને જેટલી સ્વતંત્રતા મળે , રમવાં મળે ,કૂદવા મળે , રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃતિ મળે,તેટલો જ બાળકનો વિકાસ સારો થાય છે. અને બાળકમાં જીજ્ઞાશા ઉત્પન્ન થશે અને બાળકના જીવનમાં પ્રકાશ ફેલાશે અને આવી સ્પર્ધાઓ દ્વારા બાળકના મનમાં ચેતના અને ઊર્જાને જાગૃત કરી રહ્યા છે.અને આવી જ રીતે આપણે રસ જાળવીશું તો આગળ જતાં બાળક મહાન ચિત્રકાર બની શકે છે અને સુક્ષુપ્ત શક્તિઓને જાગૃત કરી ભવિષ્યમાં સફળતાના શિખરો પ્રાપ્ત કરી શકશે. માતા-પિતા દ્વારા જે બાળકોને સંસ્કાર આપીશું તે જ આપણને પ્રતિભાવ મળશે. તપોવન દશાબ્દી ઉજવણી ના ભાગરૂપે તપોવન સંતાનના માતા-પિતા તરીકે તમે ચિત્ર સ્પર્ધામાં સહભાગી થઈ રહ્યા છો, તે પ્રશંસનીય છે ,ચિત્ર સ્પર્ધા થકી જીવનનું ચિત્ર કંડારી રહ્યા છો.જેમ બાળક ચિત્ર સ્પર્ધામાં દ્વારા તેમના જીવનના રંગો ની પુરણી કરી રહ્યું છે, તેવી જ રીતે માતા-પિતાએ પણ તેમના જીવન ચિત્રને રંગપુરણી કરીશું , તો જ બાળ સંસ્કારના આ યજ્ઞને બાળકના માનસમાં જીવનનું ચિત્ર આદર્શ રીતે રજૂ કરી શકાય અને ભાવી પેઢીને સંસ્કાર વાન અને ગૌરવ વાન બને તેવાં આશીર્વાદ પાઠવ્યાં હતાં. સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ એ ભાગ લીધેલ તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર વાતાવરણ જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું .




